મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

 તાઇવાન પર કબ્જો કરવાની તૈયારી? ચારે તરફથી ઘેરી રહ્યું છે ચીન

ચીન અને તાઇવાન વચ્ચે ટકરાવ વધી શકે છે. ચીનની નજર તાઇવાન પર છે. એશિયન દેશ પર દાવો ઠોકનારા ડ

 તાઇવાન પર કબ્જો કરવાની તૈયારી? ચારે તરફથી ઘેરી રહ્યું છે ચીન

ચીન અને તાઇવાન વચ્ચે ટકરાવ વધી શકે છે. ચીનની નજર તાઇવાન પર છે. એશિયન દેશ પર દાવો ઠોકનારા ડ્રેગન તાઇવાન પર કબ્જો કરવાની તૈયારીમાં છે. તાઇવાનની ચારે તરફ પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને મોકલી છે. ચીનની મિલિટ્રી ડ્રિલને લઇને તાઇવાનની ચિંતા જ નથી વધી પણ પાડોશી દેશ પણ ટેન્શનમાં આવી ગયા છે.

ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, PLAની ઇસ્ટર્ન થિયેટર કમાન્ડે તાઇવાનની આસપાસ જોઇન્ટ મિલિટ્રી ડ્રિલ શરૂ કરી છે. આ ડ્રિલ ગુરૂવાર સવારે 7 વાગીને 45 મિનિટ પર ચાલુ થઇ હતી. આ ડ્રિલ્સ જ્યા થઇ છે ત્યા તાઇવાન સ્ટેટ, તાઇવાન ટાપુનો ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ભાગ, કિન્મેન, મત્સૂ, વૂકિયુ સાથે ડોંગ્યિન ટાપુની નજીકના વિસ્તાર સામેલ છે.

'જોઇન્ટ સોર્ડ 2024 A' છે ચીનના સેન્ય અભ્યાસનો કોડનેમ

ચીની સેનાની પૂર્વી થિયેટર કમાન્ડના પ્રવક્તા લી શી તરફથી કહેવામાં આવ્યુ કે મિલિટ્રી સેવા (સેના, નૌસેના, વાયુસેના અને રોકેટ ફોર્સ) સંયુક્ત ડ્રિલ્સ કરી રહી છે. આ ગુરૂવારથી શુક્રવાર સુધી ચાલશે અને આ મિલિટ્રી ડ્રિલ સાથે જોડાયેલા ઓપરેશનનુ કોડ-નેમ જોઇન્ટ સોર્ડ 2024 એ(Joint Sword-2024A) છે. 

તાઇવાનને લઇને શું છે દાવો?

જોઇન્ટ મિલિટ્રી ડ્રિલ એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે ચીન સાથે તાઇવાનનો ટકરાવ વધી ગયો છે. તાઇવાન એશિયાના પૂર્વ ભાગમાં આવે છે. તાઇવાની તંત્ર લાંબા સમયથી ખુદને રિપબ્લિક ઓફ ચાઇના (RoC)ના રૂપમાં આઝાદ દેશ બતાવવા આવ્યું છે. ત્યાં વર્ષ 1949થી સ્વતંત્ર સરકાર છે. જોકે, ચીન પણ લાંબા સમયથી 2.3 કરોડની વસ્તી ધરાવતા આ ટાપુ પર દાવો ઠોકતો રહ્યો છે. ચીનનું કહેવું છે કે તાઇવાન પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના (PRC)નો એક પ્રાંત છે.

આ સમાચાર શેર કરો