મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈઝરાયેલની લેબેનોન પર જમીન માર્ગે હુમલાની તૈયારી! સેનાધ્યક્ષે સેનાને આપ્યો આ આદેશ

અમેરિકા અને ફ્રાંસે શાંતિ-મંત્રણા સરળતાથી ચાલી રહે તે માટે ૨૧ દિવ

ઈઝરાયેલની લેબેનોન પર જમીન માર્ગે હુમલાની તૈયારી! સેનાધ્યક્ષે સેનાને આપ્યો આ આદેશ

અમેરિકા અને ફ્રાંસે શાંતિ-મંત્રણા સરળતાથી ચાલી રહે તે માટે ૨૧ દિવસના યુદ્ધ વિરામ માટે અનુરોધ કર્યો છે. બીજી તરફ ઇઝરાયલી સેનાના સેનાધ્યક્ષ લેફ્ટે. જન. હેર્ઝી હાર્સોવેએ સેનાને લેબેનોન પરના સંભવિત આક્રમણ માટે તૈયાર રહેવા જણાવી દીધું છે.  મંગળવારે ઇઝરાયલે કરેલા હુમલામાં ૫૫૦નાં મોત થયાં પછી લેબનોને (હીઝબુલ્લાહે) બદલો લેવા વળતું આક્રમણ કરવા તૈયારી શરૂ કરી દીધી છે.

 જણાવી દઈએ કે, બુધવારે હીઝબુલ્લાહે મિસાઇલ્સ સહિતનાં ડઝનબંધ પ્રક્ષેપાસ્ત્રો ઇઝરાયલનાં પાટનગર તેલ અવીવ પર વહેતાં મુક્યાં હતાં. ૭ ઓક્ટો. ૨૦૦૩ પછી ઇઝરાયલ પર કરાયેલો આ સૌથી પ્રચંડ હુમલો છે. ઇઝારયલે લેબનોન સ્થિત હીઝબુલ્લાહનાં શસ્ત્રાગાર પર પ્રચંડ હુમલો કરી તેને ખતમ કરી નાખ્યું હતું. તે પૂર્વે હજ્જારો પેજર્સ, સેલફોન્સ અને રેડીયોના વિસ્ફોટથી ઇઝરાયલે સેંકડોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનાઓ પાછળ ઇઝરાયલની ખતરનાક જાસૂસી સંસ્થા મોસાદ જ હોવાનું લેબનોને આક્ષેપ કર્યો હતો.

ઇઝરાયલ હમાસ અને હીઝબુલ્લાહ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જે હવે લેબનોનની દક્ષિણ સીમા અને ઇઝરાયલની ઉત્તર સીમાએ પહોંચી ગયું છે. આ યુદ્ધના ૧૦ મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે.

ઇઝરાયલી સેનાના વડા લેફ્ટ. જન. હૈર્ઝી હાલેવિયે સેનાને આક્રમણ કરવા તૈયાર રહેવા જણાવી દીધું છે. તેઓએ કહ્યું : 'આપણે કરેલા હવાઈ હુમલાઓ એક તરફ હીઝબુલ્લાહને શિક્ષા કરવા માટેના હતા તો બીજી તરફ દક્ષિણ લેબનોનમાં આગળ વધવા માટે આપણી સેનાનો રસ્તો સરળ કરવાનો પણ હતો. સવારે હીઝબુલ્લાહે તેનાં મિસાઇલ્સથી હુમલો કર્યો હતો પરંતુ સાંજ સુધીમાં તેને ખરેખરો જવાબ મળી જશે.'

ગત સપ્તાહે તો ઇઝરાયલ અને અમેરિકાએ જણાવ્યું હતું કે લેબનોન પર ભૂમિદળ દ્વારા આક્રમણ કરવાની કોઈ યોજના જ નથી. પરંતુ તાજેતરનાં નિવેદનો તે (આક્રમણ) તરફ નિર્દેશ કરે છે.

યુ.એન.ની સલામતી સમિતિની વાર્ષિક પરિષદમાં અમેરિકાએ જણાવ્યું હતું કે, તે અને તેના મિત્ર દેશો ટૂંક સમય પુરતો યુદ્ધ વિરામ કરવા પ્રયત્નો કરી રહ્યા છે. જેથી શાંતિ મંત્રણા થઇ શકે. અને સરહદી વિસ્તારના લોકો પોતાને ઘરે પાછાં ફરી શકે.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકેને બંને પક્ષોને ઓલ આઉટ વોરથી પાછાં ફરવા જણાવ્યું હતું. કારણ કે જો તેમ નહીં થાય તો પરિણામો ભયંકર આવશે. તેથી તે વિસ્તારની જનતા દુ:ખી થશે.

ફ્રાંસના વિદેશમંત્રી જીન નોએલ બેરટે કહ્યું હતું કે તેમનો દેશ પણ અમેરિકાએ સૂચવેલા ૨૧ દિવસના યુદ્ધ વિરામને પુષ્ટિ આપે છે જેથી ઇઝરાયલ હીઝબુલ્લાહ વચ્ચે મંત્રણા યોજી શકાય.

જો કે બેરટે તે સંભવિત શાંતિ-મંત્રણાની વિગતો આપી હતી પણ કહ્યું હતું કે તે એ સમયે જાહેર કરાશે બ્લિન્કેન આગામી સપ્તાહે બૈરૂતની મુલાકાતે જવાના છે.

યુએન સ્થિત ઇઝરાયલ રાજદૂત ડેની ડેગેને કહ્યું હતું કે, તેમનો દેશ યુદ્ધ તીવ્રતા તરફ જતો અટકે તે માટે તમામ વિચારો આવકાર્ય જ છે. તે માટે રાજદ્વારી પદ્ધતિએ આગળ વધવા પણ અમે તૈયાર છીએ.

લેબનોનના વડા પ્રધાન નજીબ મિલ્કાનીએ સલામતી સમિતિને અનુરોધ કર્યો હતો કે ઇઝરાયલને લેબનોનની ભૂમિ ઉપરનો કબ્જો છોડી દેવા તમારે આદેશ આપવો જોઇએ.

દરમિયાન પ્રમુખ બાયડેને તત્કાળ યુદ્ધ વિરામ કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે જો તેમ નહીં કરવામાં આવે તો ગાઝા અને વેસ્ટબેન્કનું યુદ્ધ લેબનોન પહોંચતા ઓલ આઉટ વોર થઇ જશે.

યુએસના મહામંત્રી એન્ટોનિયો ગુટેરર્સ તત્કાળ યુદ્ધ બંધ કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે જે તેમ નહીં થાય તો આકાશ તૂટી પડશે. (ભારે ખાના ખરાબી થઇ જશે.)

ગાઝા યુદ્ધ શરૂ થયું ત્યારથી હજી સુધીમાં બે લાખ લોકો લેબનોનમાં વિસ્થાપિત થયા છે. જે પૈકી ઇઝરાયલે કરેલા હવાઈ હુમલાને લીધે ૯૦,૦૦૦ લોકો તો છેલ્લા પાંચ દિવસમાં જ વિસ્થાપિત થયા છે.

આ સમાચાર શેર કરો