મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઓ બાપ રે: વડાપ્રધાનનો પૂર્વ નોકર 280થી વધુ કરોડની સંપત્તિનો માલિક!

PM sheikh hasina Former peon have 280 crores property | ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાના પૂર્વ નોકરે 10, 20 નહીં પરંતુ 280થી વધુ કરોડની

ઓ બાપ રે: વડાપ્રધાનનો પૂર્વ નોકર 280થી વધુ કરોડની સંપત્તિનો માલિક!

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાના પૂર્વ નોકરે 10, 20 નહીં પરંતુ 280થી વધુ કરોડની સંપત્તિ ભેગી કરી છે. એટલું જ નહીં તેની પાસે પ્રાઈવેટ હેલિકોપ્ટર પણ છે. બાંગ્લાદેશના મીડિયામાં હસીનાના આ નોકરની ખૂબ ચર્ચા થઈ રહી છે. જોકે, મામલો સામે આવ્યા બાદ પીએમ હસીનાએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચારના ઉગ્ર વિવાદ બાદ વડાંપ્રધાન શેખ હસીનાએ કાર્યવાહીના આદેશ આપ્યા છે. જેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં શેખ હસીનાના ભૂતપૂર્વ નોકરનો પણ સમાવેશ થાય છે, જેણે 3.4 કરોડ ડોલર (લગભગ 284 કરોડ)ની સંપત્તિ એકઠી કરી છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, આ નોકરનું નામ જહાંગીર આલમ હતું.

શેખ હસીનાના નોકર પાસે જેટલી સંપત્તિ છે જેટલી સંપત્તિ છે તેટલી સંપત્તિ મેળવવામાં એક સામાન્ય બાંગ્લાદેશીને 13,000 વર્ષથી વધુ સમય લાગી શકે છે.  શેખ હસીનાના નોકર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાની વાત સામે આવી ત્યારથી વિપક્ષ સરકારને ઘેરી રહ્યો છે.

ઢાકા ટ્રિબ્યુન અનસાર આ નોકરે હસીનાની ઓફિસમાં 'લોબિંગ, ટેન્ડરની હેરાફેરી' માટે તેના પદનો ઉપયોગ કર્યો હતો. હસીનાના નોકરની કમાણીના સમાચાર સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. જે બાદ વિપક્ષી દળોએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. 

નોકરના બોસે કેટલી કમાણી કરી હશે - વિપક્ષ

બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી BNPના પ્રવક્તા AKM વહિદુઝમાને કહ્યું, 'જો શેખ હસીનાના પટાવાળા આટલા પૈસા કમાઈ શકે છે, તો તમે કલ્પના કરી શકો છો કે તેના બોસે કેટલી કમાણી કરી હશે.' 

આ સમાચાર શેર કરો