મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

યુદ્ધવિરામ, બંધકોને મુક્ત કરવા જોઈએ... PM મોદીએ પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં ગાઝા સંકટના ઉકેલનો પ્રસ્તાવ મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ન્યૂયોર્કમાં લોટે ન્યૂયોર્ક પેલેસ હો

યુદ્ધવિરામ, બંધકોને મુક્ત કરવા જોઈએ... PM મોદીએ પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં ગાઝા સંકટના ઉકેલનો પ્રસ્તાવ મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ન્યૂયોર્કમાં લોટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ગાઝામાં છેલ્લા એક વર્ષથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ પર "ઊંડી ચિંતા" વ્યક્ત કરી અને પેલેસ્ટિનિયન લોકોને ભારતના સતત સમર્થનની પુષ્ટિ કરી હતી. 

 પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને મળ્યા

 વિદેશ મંત્રાલયે આ મામલે એક નિવદેન જાહેર કરતાં જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પહેલા પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને મળ્યા હતા. વડા પ્રધાને ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને ભારતનું સતત સમર્થન વ્યક્ત કર્યું હતું. 

https://twitter.com/narendramodi/status/1838029345245323599
  
વિદેશ મંત્રાલયના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'વડાપ્રધાને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર ભારતની સ્થિર અને સૈદ્ધાંતિક નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે યુદ્ધવિરામ, બંધકોને મુક્ત કરવા અને વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલ શોધવાનું આહ્વાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર બે રાજ્યોનો ઉકેલ જ પ્રદેશમાં કાયમી શાંતિ અને સ્થિરતા પ્રદાન કરી શકે છે.

 ભારત પેલેસ્ટાઈનને માન્યતા આપનાર પ્રથમ દેશોમાનો એક

પીએમ મોદીએ યાદ અપાવ્યું કે ભારત પેલેસ્ટાઈનને માન્યતા આપનાર પ્રથમ દેશોમાંનો એક છે, અને સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના સભ્યપદ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.

આ સમાચાર શેર કરો