મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

નિજ્જર-પન્નુ વિવાદ વચ્ચે ટ્રૂડો-બાઇડનને મળ્યા PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર મોડી રાત્રે ઇટાલીથી ભારત આવવા માટે રવાના થયા હતા. ત્રીજી વખત વડાપ્રધા

નિજ્જર-પન્નુ વિવાદ વચ્ચે ટ્રૂડો-બાઇડનને મળ્યા PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર મોડી રાત્રે ઇટાલીથી ભારત આવવા માટે રવાના થયા હતા. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે કાર્યકાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી ઇટાલીમાં આયોજિત G7 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. G7 સમ્મેલનમાં પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રો સહિત કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પણ મળ્યા હતા.

PM મોદીએ ઇટાલી સરકારનો આભાર માન્યો

PM મોદીએ G7 શિખર સમ્મેલન દરમિયાન યજમાની માટે ઇટાલીની સરકાર અને લોકોનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યું, "અપુલીયામાં G7 શિખર સમ્મેલનમાં ઘણો પ્રોડક્ટિવ દિવસ રહ્યો. વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરી અને વિવિધ વિષયો પર ચર્ચા કરી. સાથે મળીને આપણા લક્ષ્ય આવી રીતે પ્રભાવશાળી સમાધાન તૈયાર કરવાનું છે, જેનાથી વૈશ્વિક સમુદાયને ફાયદો થાય અને ભાવિ પેઢીઓ માટે એક સારી દુનિયાનું નિર્માણ થાય. હું ઇટાલીના લોકો અને સરકારનો યજમાની માટે આભાર માનુ છું"

નિજ્જર-પન્નુ વિવાદ વચ્ચે ટ્રુડો-બાઇડનને મળ્યા PM મોદી

G7 શિખર સમ્મેલનમાં સૌથી ખાસ વાત આ રહી કે પીએમ મોદીએ કેનેડાના વડાપ્રધાન ટ્રુડો અને અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડન સાથે મુલાકાત કરી હતી. આ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે કેનેડાની સાથે ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જરને લઇને ભારતનો વિવાદ ચાલી રહ્યો છે. ટ્રુડોને મળતા સમયે પીએમ મોદીએ ઘણી વાર સુધી વાતચીત કરી હતી જેની તસવીર પણ વડાપ્રધાન તરફથી શેર કરવામાં આવી છે.

આ રીતે વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને પણ મળ્યા હતા. મોદી અને બાઇડન વચ્ચે વાતચીત એવા સમયે થઇ છે જ્યારે સાત મહિના પહેલા જ વોશિંગ્ટને આરોપ લગાવ્યો હતો કે શિખ અલગાવવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું ષડયંત્ર રચવામાં ભારતનો હાથ છે. પીએમ મોદીએ બાઇડન સાથે મુલાકાતની તસવીરો શેર કરી હતી અને કહ્યું કે, ભારત-અમેરિકા સાથે કામ કરતા રહેશે.

આ સમાચાર શેર કરો