Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : PM Modi gave 'Melody' to Meloni, sweetness seen in India-Italy relations

VIDEO/ PM મોદી એ મેલોનીને આપી ‘મેલોડી’, ભારત-ઇટલી સંબંધોમાં દેખાઈ મીઠાશ

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : TWITTER

હાલમાં ઇટલી (Italy)ના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેમણે ઇટલીની વડાપ્રધાન સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન એક અનોખી ક્ષણ (Special Moment) જોવા મળી, જ્યારે પીએમ મોદીએ જ્યોર્જિયા મેલોનીને ‘Melody’ ચોકલેટ ગિફ્ટ કરી હતી.

App Store

આ સમગ્ર ઘટનાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મેલોની ચોકલેટ સ્વીકાર્યા બાદ ખૂબ ખુશ અને સ્મિત કરતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા ટ્રેન્ડથી ડિપ્લોમસી (Diplomacy)

છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીની મિત્રતા સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી છે. બંને નેતાઓ સાથેના ફોટો અને વીડિયો પર લોકો “Melodi” શબ્દનો ઉપયોગ કરતા હતા, જે ‘Meloni’ અને ‘Modi’ ના નામનું મિક્સ વર્ઝન (Mix Version) છે.

હવે પીએમ મોદીએ આ જ ટ્રેન્ડને એક અલગ અંદાજમાં ડિપ્લોમેટિક ટચ (Diplomatic Touch) આપ્યો છે. Melody ટોફી ગિફ્ટ કરીને તેમણે સોશિયલ મીડિયા ટ્રેન્ડને વાસ્તવિક રાજકીય સંદેશ (Political Message) માં ફેરવી દીધો.

ભારત-ઇટલી સંબંધોમાં નવી ગરમાવો

વિશ્લેષકોનું માનવું છે કે આ મુલાકાત માત્ર ઔપચારિક (Formal) નહોતી, પરંતુ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતિક પણ હતી. વેપાર (Trade), ડિફેન્સ (Defence), ટેક્નોલોજી (Technology) અને ગ્લોબલ મુદ્દાઓ પર ભારત અને ઇટલી વચ્ચે સહકાર સતત વધી રહ્યો છે.

પીએમ મોદીની આ અનોખી ગિફ્ટે એક વખત ફરી સાબિત કર્યું છે કે આધુનિક રાજનીતિમાં સોફ્ટ ડિપ્લોમસી (Soft Diplomacy) અને પર્સનલ કનેક્શન પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.