BRICS Summit 2024: PM મોદી અને શી જિનપિંગ વચ્ચે યોજાશે દ્વિપક્ષીય બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કઝાનમાં BRICS સમિટ 2024માં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કઝાનમાં BRICS સમિટ 2024માં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા છે. બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પ્રેસ બ્રીફિંગમાં આ વાતની પુષ્ટિ કરી છે.
વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને નેતાઓ વચ્ચે પાંચ વર્ષ બાદ આ પહેલી મુલાકાત હશે. કઝાનમાં મંગળવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આ અંગેની પૃષ્ટિ કરી છે.વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે, બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે આ બેઠક બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન થશે. દ્વિપક્ષીય બેઠકનો સમય આવતીકાલે નક્કી કરાશે.
પુતિન વડાપ્રધાન મોદીને ગળે ભેટ્યા
પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બેઠક પહેલા રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને ગળે લગાવીને સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીએ છેલ્લા એક વર્ષથી બ્રિક્સનું નેતૃત્વ કરવા બદલ રશિયાને અભિનંદન પાઠવ્યા હતા. હું આવતીકાલે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આતુર છું.
રશિયા-યુક્રેન યુદ્ધ પર વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
રશિયા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'રશિયા-યુક્રેન સંઘર્ષ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન અને હું સતત સંપર્કમાં છીએ. ભારત માને છે કે સંઘર્ષનો ઉકેલ શાંતિપૂર્ણ હોવો જોઈએ. રશિયા-યુક્રેન યુદ્ધનું શાંતિથી સમાધાન નીકળશે. અમે માનવજાતની સંભાળ રાખીને શાંતિ અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ. ભારત આ મામલે તમામ પ્રકારનો સહયોગ આપવા તૈયાર છે.'








