મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનમાં આતંકીઓએ ટ્રેન કરી હાઇજેક, 450 મુસાફરોને બનાવ્યા બંધક

પાકિસ્તાનમાં આતંકીઓએ ટ્રેન હાઇજેક કરવાનો દાવો કર્યો છે. બલૂચ લિબરેશન આર્મીના સંગઠને દાવો કર્યો છે કે તેને બોલનમાં જાફર

પાકિસ્તાનમાં આતંકીઓએ ટ્રેન કરી હાઇજેક, 450 મુસાફરોને બનાવ્યા બંધક

પાકિસ્તાનમાં આતંકીઓએ ટ્રેન હાઇજેક કરવાનો દાવો કર્યો છે. બલૂચ લિબરેશન આર્મીના સંગઠને દાવો કર્યો છે કે તેને બોલનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી છે અને 400થી વધુ લોકોને બંધક બનાવી લીધા છે. બલૂચ લિબરેશન આર્મીએ ચેતવણી પણ આપી છે કે તેમના વિરૂદ્ધ કોઇ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી તો મુસાફરોને જાનથી મારી નાખશે. આ ઘટનામાં અત્યાર સુધી કૂલ છ સૈન્યકર્મી માર્યા ગયા છે. મળતી માહિતી અનુસાર પેસેન્જર ટ્રેનમાં 450 મુસાફર સવાર હતા.

ટ્રેનમાં સેના અને ISIના લોકો પણ સામેલ હતા

બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (ATF) અને ઇન્ટર સર્વિસેજ ઇન્ટેલિજન્સ (ISI)ના એક્ટિવ ડ્યુટી કર્મી સામેલ છે. આ તમામ રજા પર પંજાબ જતા હતા. 

મહિલા અને બાળકોને છોડવામાં આવ્યા

ઓપરેશન દરમિયાન BLAના આતંકીઓએ મહિલાઓ,બાળકો અને બલૂચ મુસાફરોને છોડી મુક્યા છે. મળતી માહિતી અનુસાર, BLAની ફિદાયીન યૂનિટ, મજીદ બ્રિગેડ આ મિશનને લીડ કરી રહી છે જેમાં ફતેહ સ્કવોર્ડ, એસટીઓએસ અને જાસુસી શાખા જિરાબ સામેલ છે.

બલૂચિસ્તાન લિબરેશન આર્મી શું છે?

બલૂચિસ્તાનમાં કેટલાક લોકોનું માનવું છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ તે એક આઝાદ દેશ તરીકે રહેવા માંગતા હતા પરંતુ તેમની કોઇ મરજી વગર પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યા હતા. બલૂચિસ્તાનમાં સેના અને લોકોનો સંઘર્ષ આજે પણ ચાલુ છે.

બલૂચિસ્તાનમાં આઝાદીની માંગ કરનારા કેટલાક સંગઠન છે પણ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સૌથી તાકાતવર સંગઠન છે. આ સંગઠન 70ના દાયકામાં અસ્તિત્ત્વમાં આવ્યું પરંતુ 21મી સદીમાં તેનો પ્રભાવ વધ્યો છે.

BLA બલૂચિસ્તાનને પાકિસ્તાની સરકાર અને ચીન પાસેથી મુક્તિ અપવવા માંગે છે, તેમનું માનવું છે કે બલૂચિસ્તાનના સંશાધનો પર તેમનો હક છે. પાકિસ્તાન સરકારે બલૂચિસ્તાન લિબરેશન આર્મીને 2007માં આતંકી સંગઠનોની યાદીમાં સામેલ કરી હતી.

બે વર્ષ પહેલા જાફર એક્સપ્રેસમાં થયો હતો બ્લાસ્ટ

16 ફેબ્રુઆરી 2023એ પણ પેશાવરથી ક્વેટા જતી જાફર એક્સપ્રેસમાં બ્લાસ્ટ થયો હતો જેમાં 2 લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટ ત્યારે થયો હતો જ્યારે ટ્રેન ચિચાવતની રેલવે સ્ટેશનને પાર કરી રહી હતી. હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ લીધી હતી.

જાફર એક્સપ્રેસ ક્વેટાથી પેશાવર વચ્ચે દોડે છે. 25 અને 26 ઓગસ્ટ 2024 દરમિયાન રાત્રે બલૂચ લિબરેશન આર્મી (BLA)એ કોલપુર અને માચ વચ્ચે એક બ્રિજને ઉડાવી દીધો હતો જે બાદ ટ્રેન રોકવામાં આવી હતી. 11 ઓક્ટોબર 2024માં ફરી ટ્રેન વ્યવહાર શરૂ થયો હતો.

આ સમાચાર શેર કરો