મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનમાં રમજાન પહેલા મોંઘવારીથી હાહાકાર, ખાદ્યવસ્તુઓના ભાવ બેકાબૂ

પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં અત્યારે સ્થિતિ ઘણી કફોડી બની ચુકી છે. સરકારી તંત્રન

પાકિસ્તાનમાં રમજાન પહેલા મોંઘવારીથી હાહાકાર, ખાદ્યવસ્તુઓના ભાવ બેકાબૂ

પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં અત્યારે સ્થિતિ ઘણી કફોડી બની ચુકી છે. સરકારી તંત્રને ભાવને કાબૂ કરવો એક પડકાર બનતો જઈ રહ્યો છે. જેથી પાકિસ્તાનમાં મોંઘવારી જડબું ફાડીને ઉભી થઈ છે. આના લીધે આગામી અઠવાડિયે શાકભાજીની માંગ વધવાની છે. જેમ -જેમ રમજાન નજીક આવી રહ્યો છે પાકિસ્તાનની બજારમાં મોંઘવારી વધતી જઈ રહી છે. રમજાન નજીક આવતા પંજાબના બજારો અને લાહોર તેમજ બીજા શહેરમાં જરૂરી વસ્તુઓના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. ખજૂર, કેળા, દાડમ, જામફળ, સફરદન અને તરબૂચના ભાવ વધી ચુકયા છે.

ભાવ વધવાને લીધે લોકોની પ્રાથમિક ખાદ્ય વસ્તુઓ ખરીદવી મુશ્કેલ થઈ ગઈ છે. સરકારી અધિકારીઓ માટે કિંમતોને કાબૂ કરવો એક પડકાર બની ગયો છે. કારણ કે, આગામી અઠવાડિયે તાજા પાક અને સિઝનની શાકભાજીના ભાવ વધવાની આશા છે. જો કે, ડુંગળીનો નવો પાક આવતા થોડી રાહત મળી શકે છે.

પાકિસ્તાનમાં રમજાનમાં મોંઘવારી બેકાબૂ

રમજાન મહિનો આવવાની સાથે ભાવમાં સતત વધારો થવો સરકાર માટે પણ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. પાકિસ્તાનની પંજાબ સરકારે ખાસ દરથી સામાન વેચવા માટે રમજાન દરમ્યાન વિશેષ બજાર ખોલી શકે છે. જ્યાં સસ્તા દરો પર ખાદ્ય વસ્તુઓ મળી શકે છે.

પાકિસ્તાનમાં સરકારથી જનતા નારાજ

આ વર્ષે પાકિસ્તાનમાં સસ્તા દરની દુકાનો અથવા સબસિડી શરૂ નથી કરવામાં આવી. જેનાથી નાગરિકોને વધતી કિંમતોથી સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ઘણા ગ્રાહકો સરકારી દખલગીરી કરવાની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં દર વર્ષે રમજાન પહેલા મોંઘવારી સાતમા આસમાને પહોંચી જતી હોય છે. જેનાથી મજૂર વર્ગ અને ગરીબોને ફળ અને શાકભાજી ખરીદવી ગજા બહારની વાત બની જતી હોય છે.

પાકિસ્તાનમાં તહેવાર પર મોંઘવારીનો ડોળો

રમજાન પવિત્ર મહિનો એક અથવા બીજી માર્ચથી શરૂ થઈ રહ્યો છે, જેના માટે તૈયારીઓ અત્યારથી શરૂ થવા લાગી છે. લોકો રમજાનમાં ખરીદી માટે બજારમાં જવા લાગ્યા છે અને ખાવા-પીવાના સામાનની સાથે કપડાંના ભાવ પણ વધવા લાગ્યા છે.

આ સમાચાર શેર કરો