ગુજરાતી બિઝનેસમેને ગૂગલ સહિત કેટલીક કંપનીઓને લગાવ્યો ચૂનો; અમેરિકામાં સાત વર્ષની સજા
'આઉટકમ હેલ્થ'ના કૉ ફાઉન્ડર ભારતીય-અમેરિકન બિઝનેસમેન ઋષિ શાહને અમેરિકાની એક કોર્ટે સાડા સાત વર્ષની જ

'આઉટકમ હેલ્થ'ના કૉ ફાઉન્ડર ભારતીય-અમેરિકન બિઝનેસમેન ઋષિ શાહને અમેરિકાની એક કોર્ટે સાડા સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. નફો કમાવવા માટે ઋષિ શાહની કંપનીએ ગોલ્ડમેન ચાચ્સ, ગૂગલની પેરેન્ટલ કંપની અલ્ફાબેટ અને ઇલીનૉઇસના ગવર્નર જેબી પેટ્રિકરની કંપનીને પણ છેતરી હતી. કોર્પોરેટ ફ્રોડના આરોપો સાબિત થતા અમેરિકામાં ડિસ્ટ્રિક્ટ જજ થૉમસ ડર્કિનની કોર્ટે તેને દોષી ઠેરવ્યો હતો.
અમેરિકામાં બનાવી 35 હજાર કરોડની કંપની
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ઋષિ શાહ યૂનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન આઉટકમ હેલ્થ પર કામ કરવા લાગ્યા હતા. 2006માં આ કંપનીને બનાવવામાં આવી હતી.આ કંપનીનું કામ ડૉક્ટરની ઓફિસમાં ટીવી ઇન્સ્ટોલ કરવાનું હતું જેના પર મેડિકલ ફીલ્ડ સંબંધિત જાહેરાત બતાવવામાં આવતી હતી. આ કામમાં ઋષિ શાહના પાર્ટનર શ્રદ્ધા અગ્રવાલ હતા. કંપનીએ કેટલાક વર્ષમાં જ ઘણો નફો કમાવ્યો હતો. જોકે, સવાલ ઉભો થાય છે કે જાહેરાત આપનારા લોકો અને દર્દીઓ વચ્ચે સંપર્ક કેવી રીતે થાય. આ મામલે આઉટકમ હેલ્થે કેટલીક મોટી કંપનીઓને જૂઠ કહ્યું હતું, તેમને ડૉક્ટરની ઓફિસમાં જે સ્તરે ટીવી લગાવવાની વાત કહેવામાં આવી હતી તે સાચી નહતી. કેટલીક જગ્યાએ સ્ક્રીનસાઇઝ ઘણી નાની હતી.
ચાર વર્ષમાં જ આઉટકમ હેલ્થ હેલ્થકેર અને ટેક રોકાણ મામલે મોટી કંપની બની ગઇ હતી. કંપનીએ આધુનિક ટેકનિક દ્વારા મેડિકલ પ્રોડક્ટના ડિસ્ટ્રિબ્યૂશનનો દાવો કર્યો હતો. તે બાદ મોટી કંપનીઓએ પણ તેમાં રોકાણ કર્યું હતું. કોર્ટમાં કહેવામાં આવ્યું કે ઋષિ શાહે શ્રદ્ધા અગ્રવાલ અને અન્ય લોકો સાથે મળીને રોકાણકારો, ગ્રાહકોને છેતર્યા છે. કંપનીએ જાહેરાતની સામગ્રીનું વેચાણ વધારે બતાવ્યું છે. કંપની આટલી સામગ્રી ડિલીવર પણ કરી શક્તિ નહતી. તે બાદ ડેટામાં છેડછાડ કરવામાં આવી અને રોકાણકારોને જૂઠ બોલવામાં આવ્યું હતું.
ઋષિ શાહે કેટલાક જેટ અને શિપ ખરીદી હતી
ડેટામાં છેડછાડ થઇ હોવાની ખબર પડ્યા બાદ આઉટકમ હેલ્થ કંપનીની પોલ ખુલવા લાગી હતી. ઋષિ શાહ વધારે નફો કમાતા કેટલાક લોકોને ખટકવા લાગ્યુ હતુ. ઋષિ શાહે પોતાના પ્રાઇવેટ જેટ અને શિપ પણ ખરીદ્યા હતા. ગુજરાતી બિઝનેસમેને 1 કરોડ ડૉલરનો બંગલો પણ ખરીદ્યો હતો. 2016માં ઋષિ શાહની કૂલ સંપત્તિ 4 અબજ ડૉલર થઇ ગઇ હતી. 2018માં વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં ઋષિ શાહ વિશે ખુલાસો કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ બાદ રોકાણકારોમાં સામેલ ગોલ્ડમેન ચાવ્સ, અલ્ફાબેટ અને અન્ય કંપનીઓએ આઉટકમ હેલ્થ વિરૂદ્ધ કેસ કર્યો હતો. તે બાદ કંપનીએ લગભગ 225 મિલિયન ડૉલરનો લાભ પરત કર્યો હતો. જોકે, રોકાણકારો બગડવાને કારણે કંપનીને નુકસાન થયુ હતું. ઋષિ શાહ વિરૂદ્ધ મની લૉન્ડ્રિંગના પણ કેટલાક કેસ નોંધાયેલા છે. શાહની કંપનીએ ખોટો ડેટા અને જૂઠ બોલવાની વાતનો સ્વીકાર પણ કર્યો છે.








