ઓરેકલને ઓપન એઆઈ પરનો જુગાર પડયો ભારે, હવે કરશે 30,000 કર્મચારીઓની છટણી
ઓરેકલને ઓપન એઆઈ પરનો જુગાર ભારે પડી રહ્યો છે. ઓરેકલે ઓપન એઆઈ સાથે ભ

ઓરેકલને ઓપન એઆઈ પરનો જુગાર ભારે પડી રહ્યો છે. ઓરેકલે ઓપન એઆઈ સાથે ભાગીદારી કરીને 156 અબજ ડોલરનું રોકાણ કર્યુ છે. હવે તેના કારણે તેણે કર્મચારી ખર્ચમાં કાપ મૂકવા 30 હજાર જેટલા કર્મચારીઓની છટણી કરવી પડશે. આના કારણે તેને 8થી 10 અબજ ડોલરની સીધી બચત થશે, જે તેને ઓપન એઆઈ સાથેની ભાગીદારીને વેગ આપવામાં ઉપયોગી નીવડશે.
100 અબજ ડોલરનું દેવું અને વળતર નજીવું
ઓરેકલે સામ ઓલ્ટમેનની ઓપન એઆઈ માટે એઆઈ ડેટા સેન્ટરોનું મોટું નેટવર્ક રચવાનું છે. ઓરેકલના ટીડી કોવેને ઓપનએઆઈ માટે ૧૫૬ અબજ ડોલર રોકવાનું છે અને તેના બેક અપ માટે ૩૦ લાખ જીપીયુ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઓરેકલ બે મહિનામાં ૫૮ અબજ ડોલર ખર્ચી ચૂકી છે, તેમા ૩૮ અબજ ડોલર ટેક્સાસ અને વિસ્કોન્સિનમાં ડેટા સેન્ટર માટે ખર્ચવામાં આવ્યા છે. જ્યારે ૨૦ અબજ ડોલર ન્યુ મેક્સિકોમાં કેમ્પસ માટે ખર્ચવામાં આવ્યા છે. આમ તેનો કુલ ઋણબોજ ૧૦૦ અબજ ડોલર છે. તેની સામે કંપનીને મળેલું વળતર નગણ્ય છે.
કંપનીના શોરનો ભાવ પણ થયો અડધો
આટલું ઓછું હોય તેમ ઓરેકલના શેરનો ભાવ સપ્ટેમ્બર ૨૦૨૫માં ટોચ પર પહોંચ્યા પછી હાલમાં અડધા થઈ ગયા છે. કંપની પર વધતા જતાં નાણાકીય બોજના લીધે અનેક બેન્કો પણ ઓરેકલ સાથે સંલગ્ન ડેટા સેન્ટર પ્રોજેકટના ધિરાણમાંથી નીકળી રહી છે. તેના કારણે ઓરેકલ કેટલાય ડેટા સેન્ટરોને લીઝ પર આપવાની હતી તેની વાટાઘાટ જ અટકી પડી છે. આ સ્થિતિમાં હાલમાં ઓરેકલ માટે એકમાત્ર ઉપાય ૨૦૨૨માં ૨૮.૩ અબજ ડોલરમાં ખરીદેલા હેલ્થકેર સોફ્ટવેર યુનિટ સર્નરને વેચી દેવાનો છે. એઆઈ ઇન્ફ્રાસ્ટ્રકચર હવે કંપનીની અગ્રતા હોવાથી ઓરેકલે તેમા રોકાણનો મૂડીપ્રવાહ ચાલુ રાખવા આગામી દિવસોમાં આ પગલું ભર્યા વગર છૂટકો નથી.ઓરેકલ છટણી કરવાની છે તે એમેઝોને અમેરિકા અને કેનેડામાં એઆઈના આધારે આગળ વધવાનો નિર્ણય કરતાં ૧૬ હજારથી પણ વધુ કર્મચારીઓને પાણીચુ પકડાવ્યું છે. આ કામગીરી હવે એઆઈ સંભાળશે. એમેઝોન વેબ સર્વિસીઝના વાઇસ પ્રેસિડેન્ટ ગ્રેગ પીયર્સને કર્મચારીઓને કરેલા સંબોધનમાં ટેકનોલોજીમાં વિશ્વાસ જાળવી રાખવા જણાવ્યું છે અને વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું આહવાન કર્યુ છે.




