મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ભારતમાં જ નહીં હવે આ દેશમાં પણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રેન દૂર્ઘટનામાં વધારો થયો છે. વિપક્ષ સતત રેલવે મંત્રી અશ્વિની વૈષ

ભારતમાં જ નહીં હવે આ દેશમાં પણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રેન દૂર્ઘટનામાં વધારો થયો છે. વિપક્ષ સતત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર પ્રહાર કરી રહ્યાં છે. હવે ભારત નહીં પણ રશિયામાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી. સોશિયલ મીડિયા પર લોકો કટાક્ષ કરતા કહી રહ્યાં છે કે, રેલવે મંત્રી ચિંતા કરવાની કોઇ વાત નથી. ભારતમાં જ નહીં પણ હવે રશિયામાં ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે. 

800 મુસાફરો ભરેલી ટ્રેન પાટા પરથી ઉતરી

800 પેસેન્જર સાથેની એક ટ્રેન મધ્ય એશિયાના તાર્તારસ્થાનના કાઝાનથી બ્લેક-સી ઉપરના એડલર જતી હતી આ દરમિયાન વોલ્ગોગ્રાડ વિસ્તારમાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી.

આ અંગે રશિયન રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે ટ્રેનના ડ્રાઇવરે એક કામાઝ ટ્રકને ધસમતો આવતા જોઈ એન્જિન-ડ્રાઇવરે સીટી ઉપર સીટી મારી તે ટ્રક-ડ્રાઇવરને સાવચેત કરવા પ્રયત્ન કર્યો પરંતુ ડ્રાઇવરે કશું ધ્યાન જ ન આપ્યું. પરિણામે આ અકસ્માત સર્જાયો હતો. રેલવે અધિકારીઓએ વધુમાં કહ્યું કે, અકસ્માત થતાં ડ્રાયવર તો ટ્રેનમાંથી નીચે કુદી પડયો છે. આ વિસ્તારમાં આવેલા કોટેલનિસ્કોલ શહેર નજીક જ આ અકસ્માત થતા સહાય તરત જ મોકલવામાં આવી હતી. આ કોટેલનિસ્કૉવ શહેર મોસ્કોથી 1200 કિ.મી. દૂર આવેલું છે.

આ અકસ્માતમાં 140 લોકોને ઇજાઓ થઈ હતી જે પૈકી 3 બાળકો સહિત કુલ 15 જણાને તો વધુ ઇજાઓ થઇ હતી. તેમને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

આ સમાચાર શેર કરો