મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

શું ઉત્તર કોરિયાના તાનાશાહની કોઈ સિક્રેટ ગર્લફ્રેન્ડ છે? પહેલીવાર સામે આવી કિમ જોંગ સાથેની તસવીર

દુનિયા માટે ઉત્તર કોરિયા જેટલો રહસ્યમય દેશ છે તેટલું જ રહસ્યમય તેના તાનાશાહ કિમ જોંગનું અંગત જીવન છે. જો કે

શું ઉત્તર કોરિયાના તાનાશાહની કોઈ સિક્રેટ ગર્લફ્રેન્ડ છે? પહેલીવાર સામે આવી કિમ જોંગ સાથેની તસવીર

દુનિયા માટે ઉત્તર કોરિયા જેટલો રહસ્યમય દેશ છે તેટલું જ રહસ્યમય તેના તાનાશાહ કિમ જોંગનું અંગત જીવન છે. જો કે, કિમ જોંગ સાથે એક યુવતીની સંખ્યાબંધ કાર્યક્રમોમાં હાજરીથી દુનિયા ચોંકી ઉઠી છે. એવું કહેવાઈ રહ્યું છે કે, કિમ સાથે દેખાઈ રહેલી યુવતી તેમની સિક્રેટ ગર્લફ્રેન્ડ હ્યોં સાંગ વોલ છે. આ યુવતીની તસવીર પહેલી વખત સામે આવી છે અને તે અત્યંત સુંદર દેખાઈ રહી છે. એવો પણ દાવો થઈ રહ્યો છે કે, કિમ જોંગ અને હ્યોં સાંગ વોલને એક સંતાન પણ છે. હ્યોં સાંગ વોલ કિમ જોંગની પ્રાઈવેટ ઓફિસમાં કામ કરે છે તેવો બ્રિટિશ અખબારનો દાવો છે.

એવી પણ અફવા ચાલી રહી છે કે, કિમ જોંગની ઓફિસમાં કામ કરવા માટે હ્યોં સાંગ વોલે પોતાના મ્યુઝિક કેરિયરને પણ અલવિદા કહી દીધુ છે. તે તાનાશાહની સિક્રેટ ગર્લફ્રેન્ડ ગણાય છે પણ હવે તે ઘણા કાર્યક્રમોમાં તાનાશાહ સાથે જોવા મળી રહી છે.

કિમ જોંગની આ ગર્લફ્રેન્ડ પહેલા નોર્થ કોરિયાના મોરાનબોંગ નામે ઓળખાતા બેન્ડમાં હતી પણ હવે તેણે આ બેન્ડ છોડી દીધું છે. ગત સપ્તાહે તે ઉત્તર કોરિયાની રાજધાનીમાં કિમ સાથે જોવા મળી હતી. આ સમયે તે ફોન પર વાત કરી રહી હતી અને તેની સાથેના બીજા કર્મચારીઓ કશું નોંધી રહ્યા હતા.

નોર્થ કોરિયાના પાડોશી દેશ દક્ષિણ કોરિયાના નિવૃત્ત જાસૂસી અધિકારી ચોએ સુ યોંગનું કહેવું છે કે, કિમ અને હ્યોં સાંગ વોલનું એક બાળક પણ છે અને તેનું નામ કિમ ઈલ બોંગ રાખવામાં આવ્યુ છે. કિમ જોંગની સત્તાવાર પત્નીનું નામ રી સોલ જૂ છે અને તેમને એક પુત્ર છે. જો કે, તે જાહેરમાં ક્યારેય દેખાયો નથી. કારણકે તે બહુ પાતળો છે. કિમ જોંગ એટલે જ તેને જાહેરમાં સામે નથી લાવતા. બીજી તરફ કિમનો પોતાની પ્રેમિકાથી થયેલો પુત્ર કિમ ઈલ બોંગ સ્વસ્થ અને હૃષ્ટ પુષ્ટ છે.

આ અધિકારીના કહેવા પ્રમાણે કિમ જોંગ અને તેમની કથિત ગર્લફ્રેન્ડ હ્યોં સાંગ વોલની મુલાકાત સ્વિત્ઝરલેન્ડની સ્કૂલમં થઈ હતી. હ્યોં સાંગ વોલે કિમ જોંગ તથા તેમની બહેન કિમ યો જોંગને તે સમયે એક આસિસન્ટ તરીકે પણ સેવા આપી હતી. ઉત્તર કોરિયા પાછા ફર્યા બાદ કિમ જોંગ અને હ્યોં સાંગ વોલ વધુ નજીક આવ્યા હતા. અને હવે હ્યોં સાંગ વોલ કિમ જોંગની ગર્લફ્રેન્ડ બની ચુકી છે.

2012માં દક્ષિણ કોરિયાના એક અખબારે પ્રકાશિત કરેલા અહેવાલ અનુસાર કિમના પિતા કિમ જોંગ ઈલે આ સબંધ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. જો કે, પિતાના મોત બાદ કિમ જોંગે ફરી હ્યોં સાંગ વોલ સાથે હળવા મળવાનું શરૂ કરી દીધું હતું.

આ સમાચાર શેર કરો