મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઘર નજીક હુમલા બાદ નેતન્યાહૂનો વળતો પ્રહાર: ગાઝા પર બોમ્બમારામાં 100થી વધુ લોકોના મૃત્યુ

મધ્યપૂર્વમાં ઈઝરાયેલ અને ઘણાં દેશો વચ્ચે હાલમાં યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હિજબુલ્

ઘર નજીક હુમલા બાદ નેતન્યાહૂનો વળતો પ્રહાર: ગાઝા પર બોમ્બમારામાં 100થી વધુ લોકોના મૃત્યુ

મધ્યપૂર્વમાં ઈઝરાયેલ અને ઘણાં દેશો વચ્ચે હાલમાં યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હિજબુલ્લાહ અને હમાસ એક સાથે ઇઝરાયેલનો સામનો કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ઈઝરાયેલ અમેરિકાની મદદથી આ લોકોનો સામનો કરી રહ્યું છે. શનિવારે હિજબુલ્લાહે વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુના પર્સનલ મકાનને જ નિશાને લેતા મોટો હુમલો કર્યો હતો. આ હુમલો ડ્રોન હુમલો હતો. જેનાથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. 

ગાઝામાં 100થી વધુનાં મોત 
જોકે સદભાગ્યે નેતન્યાહૂ આ હુમલામાં બચી ગયા હતા. હવે ઇઝરાયેલના સૈન્યએ હિજબુલ્લાહ સામે જવાબી કાર્યવાહી કરી અને બેરૂતમાં હિજહથિયારોના ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો કરતાં બેફામ બોમ્બમારો કર્યો હતો. જ્યારે બીજી બાજુ ગાઝામાં પણ ભયાનક બોમ્બમારા અને હવાઈ હુમલામાં100થી વધુ લોકો માર્યા ગયાના અહેવાલ છે. 

ઈઝરાયેલ ઈરાનથી બદલો લેવાની તૈયારીમાં! 

જ્યારે નેતન્યાહૂના ઘર પર હુમલો થયો ત્યારે તેઓ ઘરે હાજર ન હતા. ઈઝરાયેલે કહ્યું કે ઈરાન સમર્થિત હિજબુલ્લાહે નેતન્યાહૂના ઘર પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે. અહેવાલ એવા પણ છે કે ઇઝરાયેલ આ મહિનાની શરૂઆતમાં ઇરાની મિસાઇલ હુમલાનો બદલો લેવાની તૈયારીમાં છે. 

હમાસ હવે ગાઝા પર શાસન નહીં કરે

ઈઝરાયેલે ગાઝામાં હમાસ વિરુદ્ધ પણ હુમલા તેજ કર્યા હતા. હમાસના મીડિયાએ જણાવ્યું હતું કે ગાઝાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઇઝરાયેલના બોમ્બમારામાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે અને ત્રણ હોસ્પિટલોની આસપાસ ઘેરાબંધી કરવામાં આવી છે. શનિવારે ઇઝરાયેલના વિમાનોએ દક્ષિણ ગાઝા પર સિનવારના ફોટા અને સંદેશ સાથે પત્રિકાઓ ફેંકી હતી કે હમાસ ગાઝા પર હવે શાસન નહીં કરે. હમાસના મીડિયાએ જણાવ્યું હતું કે શનિવારે ઉત્તર ગાઝા શહેરના બેત લાહિયામાં એક બહુમાળી ઈમારત પર ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 73 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. 

આ સમાચાર શેર કરો