VIDEO: નેપાળમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે નેતાઓ અને રાજકારણીઓ હેલિકોપ્ટરમાં લટકીને ભાગ્યા
નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે કેટલાક વીડિયો સામે આવી રહ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે. આ
નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે કેટલાક વીડિયો સામે આવી રહ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે. આ વીડિયોમાં કેટલાક લોકોને હેલિકોપ્ટરમાં લટકતા જોઈ શકાય છે, નેતાઓને વિરોધીઓથી દૂર સુરક્ષિત સ્થળે હેલિકોપ્ટર મારફતે લઈ જવામાં આવ્યા છે. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે દેશમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. નેપાળમાં તોફાનો અટકવાનું નામ લઈ રહ્યા નથી. મંગળવારે વિરોધીઓએ દેશના 3 ભૂતપૂર્વ પીએમ, નાણામંત્રી અને સુપ્રીમ કોર્ટથી લઈને સંસદને ટાર્ગેટ કરી હતી.
https://twitter.com/jimNjue_/status/1965672960112631874
નેપાળી સેના હેલીકોપ્ટરનો ઉપયોગ કરીને હિંસક પ્રદર્શનો વચ્ચે સરકારી અધિકારીઓને બચાવી રહી છે. અધિકારીઓ દોરડા સાથે ચીપકાઈને ઉડ્યા હતા. જ્યારે પ્રદર્શનકારીઓ તેમને પકડવા અને મારવા દોડી ગયા હતા.
નેપાળના નેતાઓ પોતાનો જીવ બચાવી રહ્યા
X પરનો આ વીડિયો 'નેપાળમાં લોકોના ગુસ્સાથી બચી રહેલા રાજકારણીઓ' કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે. નેપાળથી સામે આવેલા આ વીડિયોમાં કેટલાક લોકો નીચે ઉભા રહીને અવાજ કરી રહ્યા છે. મંગળવારે, હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે સેનાએ કેટલાક રાજકારણીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.
વિરોધીઓએ ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબા અને તેમની પત્ની પર પણ હુમલો કર્યો હતો. સેનાએ ખૂબ જ મુશ્કેલીથી દેઉબાનો જીવ બચાવ્યો હતો, પરંતુ તેમની પત્ની આરજુ હજુ પણ ગાયબ છે. નેપાળમાં ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે પીએમ કેપી શર્મા ઓલીએ પદ છોડ્યું છે. રાજકીય કટોકટીની પળોમાં નેપાળી સેનાને વ્યવસ્થા જાળવવા અને દેશનું રક્ષણ કરવા માટે આગળ વધવાની ફરજ પડી છે.






