ફોટાના ચક્કરમાં પર્વતથી નીચે લપસ્યો પર્વતારોહી, જાણો પછી શું થયું...
ચીનના સિચુઆન પ્રાંતમાં 31 વર્ષીય હોંગ નામના પર્વતારોહકનું માઉન્ટ નામાની 5588 મીટર ઊંચી ટોચ પરથી ફોટો લેત

ચીનના સિચુઆન પ્રાંતમાં 31 વર્ષીય હોંગ નામના પર્વતારોહકનું માઉન્ટ નામાની 5588 મીટર ઊંચી ટોચ પરથી ફોટો લેતા સમયે સુરક્ષા કવચ છૂટી જતાં મોત થયું. તેણે સુરક્ષા લાઈન ઓળંગી બરફની ધાર પાસે ફોટો લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તે 200 મીટર નીચે પટકાયો. બચાવ પછી હોસ્પિટલ લઈ જવાયો પરંતુ તેને મૃત જાહેર કરાયો. ગ્રૂપે જરૂરી મંજૂરી અને સલામતીના નિયમોનું પાલન કર્યું ન હતું. હોંગ પ્રોફેશનલ નહીં પરંતુ ચઢાણ સહાયક હતો.
ચીનના સિચુઆન પ્રાંતમાં 31 વર્ષીય હોંગ નામના પર્વતારોહકે માઉન્ટ નામાની 5588 મીટર ઊંચી ટોચ પરથી ફોટો લેવાના પ્રયાસ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ મોત થયું. 25 સપ્ટેમ્બરના રોજ હોંગ પોતાના ગ્રૂપ સાથે ટોચ સુધી પહોંચ્યો હતો. ત્યાં તેણે ક્રેવેસની નજીકથી ફોટો લેવા માટે પોતાની સુરક્ષા લાઈન અને કવચ ખોલી દીધા હતા. બરફમાં પકડ માટેની કુહાડીનો પણ ઉપયોગ ન કરતાં તે અચાનક લપસી ગયો અને 200 મીટર નીચે પટકાયો.
આ ઘટના સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ. બચાવ ટીમ તાત્કાલિક પહોંચી હોંગને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયો. તેનું મૃતદેહ બાદમાં ગોંગ્ગા માઉન્ટેન ટાઉનમાં મોકલાયું.
હોંગના પરિવારજનો મુજબ તે પ્રથમ વખત પર્વતારોહણ કરવા ગયો હતો અને સુરક્ષા નિયમોનું પાલન ન કરીને સાથી મિત્રોની તસવીર લેવામાં મદદ કરી રહ્યો હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે હોંગના ગ્રૂપે પર્વતારોહણ માટે જરૂરી મંજૂરી મેળવી ન હતી અને સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. સિચુઆન પર્વતારોહણ એસોસિએશને પણ જણાવ્યું કે હોંગ પ્રોફેશનલ પર્વતારોહક નહોતો તેની પાસે માત્ર ચઢાણ સહાયકનું પ્રમાણપત્ર હતું અને ક્યારેક તે ગ્રૂપનું નેતૃત્વ કરતો હતો.




