192 દેશમાં ગુંજશે 'જય શ્રીરામ', સંયુક્ત રાષ્ટ્રમાં મોરારી બાપુની રામકથાનો પ્રારંભ
Ram Katha in UN: પ્રક્યાત રામ કથાકાર મોરારી બાપુ રામચરિતમાનસની પ્રાસંગિકતા ફેલાવવા ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મ

Ram Katha in UN: પ્રક્યાત રામ કથાકાર મોરારી બાપુ રામચરિતમાનસની પ્રાસંગિકતા ફેલાવવા ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પ્રથમ વખત રામકથા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રામચરિતમાનસ વૈશ્વિક સમરસતા તરફ એક પગલું છે. વિશ્વમાં શાંતિ, પ્રેમ અને સત્ય માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.
વૈદિક સનાતન ધર્મમાંથી પ્રેરણા લઈને 65 વર્ષથી વધુ સમયથી રામ કથા કરી રહેલા મોરારી બાપુએ કહ્યું કે રામચરિતમાનસ ધાર્મિક અને સાંસ્કૃતિક સીમાઓની બહાર વૈશ્વિક સંદેશ આપે છે. તે આજના વિશ્વમાં જરૂરી સાર્વત્રિક મૂલ્યો સત્ય, પ્રેમ અને કરુણા વિશે વાત કરે છે .
ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટરના ડેલિગેટ્સ ડાઇનિંગ રૂમમાં નવ દિવસીય રામ કથાની શરૂઆતની પૂર્વસંધ્યાએ કહ્યું. “યુએનમાં રામ કથાનું પઠન એ એક દૈવી કૃપા છે અને વૈશ્વિક સંવાદિતા તરફનું એક પગલું છે.” મોરારી બાપુએ જણાવ્યું હતું કે ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે આ પ્રથમ વખત રામ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.
મોરારી બાપુએ વિશ્વભરમાં રામકથા કરી
77 વર્ષીય મોરારી બાપુએ અત્યાર સુધીમાં શ્રીલંકા, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, કેન્યા, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ અને જાપાન સહિત વિશ્વભરના અનેક શહેરો અને તીર્થસ્થળોમાં રામ કથાઓ કરી છે.
મોરારી બાપુએ કહ્યું, “આપણે વિશ્વમાં શાંતિ, પ્રેમ અને સત્ય માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે, ખાસ કરીને આ સુંદર ધરતી પર આપણે વસુધૈવ કુટુંબકમ કહીએ છીએ. અહીં રામ કથા કરીને, અમે સર્વ માટે પરમ શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ."
મોરારી બાપુના જણાવ્યા અનુસાર, શાંતિને પ્રોત્સાહન આપવા ઉપરાંત, રામ કથા માનસિક સ્વાસ્થ્ય, પર્યાવરણીય અધોગતિ અને ટકાઉ વિકાસની જરૂરિયાત જેવા સમકાલીન મુદ્દાઓને ઉકેલવાનો માર્ગ બતાવવામાં મદદ કરશે.
તેમણે કહ્યું, "રામચરિતમાનસના ઉપદેશો યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથે ખૂબ જ સુસંગત છે, જે વૈશ્વિક સહકાર અને કરુણાની જરૂરિયાત પર ભાર મૂકે છે."
રામ કથાનો હેતુ વૈશ્વિક ભાઈચારો વધારવાનો
મોરારી બાપુએ કહ્યું, “આપણે તણાવ અને સ્પર્ધાને કારણે ઊભી થતી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો જોઈએ. સારો સંચાર કે સત્સંગ એ માનસિક તાણનો શક્તિશાળી ઉપાય છે. રામ કથા આ ઉપદેશોને પ્રકાશિત કરશે, જે સુમેળભર્યા અને સંતુલિત જીવનની હિમાયત કરે છે.”
મોરારી બાપુએ કહ્યું કે આ ઘટના રામાયણના સંદેશને વૈશ્વિક સ્તરે ફેલાવવા માટેના વ્યાપક વિઝનનો એક ભાગ છે. રામ કથા દ્વારા અમારો હેતુ સરહદોની બહારના લોકોને જોડવાનો અને વૈશ્વિક ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. અમારી ભાવિ યોજનાઓમાં રામાયણનો સંદેશ ફેલાવવા માટે આવા વધુ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.








