મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO : 'અમેરિકા પોતાની  સાથે જ કરી રહ્યું છે વાતચીત', ઈરાની સૈન્યે ઉડાવી ટ્રમ્પની મજાક 

ઈરાની સૈન્યએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાની ભારે મજાક ઉડાવી છે, જેમ

ઈરાની સૈન્યએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાની ભારે મજાક ઉડાવી છે, જેમાં અમેરિકાએ  ઈરાન સાથે અર્થપૂર્ણ અને સાર્થક વાટાઘાટો થયાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, "બે દિવસમાં ઈરાન સાથે સારી વાટાઘાટો થઈ, અમે આગામી પાંચ દિવસ સુધી ઈરાન પર કોઈ હુમલો કરીશું નહીં. બુધવારે ઈરાની સૈન્યના પ્રવક્તાએ યુદ્ધવિરામ કરારમાં મધ્યસ્થી કરવાના યુએસ પ્રયાસોની મજાક ઉડાવતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમેરિકનો ફક્ત પોતાની સાથે જ વાતચીત (વાટાઘાટો) કરી રહ્યા છે.

"જો યુ.એસ. વૈશ્વિક શક્તિ હોત, તો તે ઘણા સમય પહેલા આ ગૂંચવણોમાંથી છટકી ગયો હોત"
ઈરાની સૈન્યના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તા, લેફ્ટનન્ટ કર્નલ ઇબ્રાહિમ ઝોલ્ફાગારીએ રાજ્ય ટેલિવિઝન પર પ્રસારિત પૂર્વ-રેકોર્ડેડ વિડિઓમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકા પર સખત કટાક્ષ કર્યા. તેમણે ટિપ્પણી કરી, "તમે જે 'રણનીતિક શક્તિ'ની વાતો કરો છો, તે રણ નીતિ હવે નિષ્ફળતામાં બદલાઈ ચૂકી છે. ઈરાની સૈન્યએ વધુમાં ઉમેર્યું હતું કે જે પોતાને "વૈશ્વિક મહાસત્તા" તરીકે બતાવે છે, જો તે ખરેખર આ દુર્દશામાંથી બહાર નીકળવા સક્ષમ હોત, તો તેણે અત્યાર સુધીમાં આમ કરી લીધું હોત.

"તમારી હારને સમજૂતિ તરીકે રજૂ કરવાનો પ્રયાસ ના કરો"

ઈરાની સૈન્યએ જાહેર કર્યું, "તમારી હારને સમજૂતિનું રૂપ ના આપો. તમારા ખોટા - ખોખલા વાયદાઓનો યુગ સમાપ્ત થઈ ચૂક્યો છે. શું તમારા આંતરિક સંઘર્ષો એટલા વધી ગયા છે કે તમે હવે તમારી સાથે વાટાઘાટો કરી રહ્યા છો? ટ્રમ્પ વહીવટીતંત્રે પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા ઈરાનને 15-પોઇન્ટ યુદ્ધવિરામ પ્રસ્તાવ પહોંચાડ્યાના થોડા સમય પછી ઝોલ્ફાગારીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમારો પહેલો અને અંતિમ શબ્દ શરૂઆતથી એક જ રહ્યો છે અને આગળ પણ એજ રહેશે. અમારા જેવા લોકો તમારા જેવા લોકો સાથે ક્યારેય સમજૂતિ નહીં કરે. ના અત્યારે કે ના ક્યારેય.

આ સમાચાર શેર કરો