મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ચમત્કાર, મહિલાએ એકસાથે 5 બાળકોને જન્મ આપ્યો

પાકિસ્તાનના કરાચી શહેરના બાલદિયામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ એક જ સમયે પાંચ બાળ

ચમત્કાર, મહિલાએ એકસાથે 5 બાળકોને જન્મ આપ્યો

પાકિસ્તાનના કરાચી શહેરના બાલદિયામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં  એક મહિલાએ એક જ સમયે પાંચ બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ આ અમુક જ પળોની ખુશી અચાનક શોકમાં ફેરવાઈ ગઈ હતી. આ પાંચ બાળકોમાંથી બે બાળકો જન્મ્યા બાદ થોડાક ક્ષણોમાં જ મૃત્યુ પામ્યા હતા.

કરાચીમાં 5 બાળકોની માતા બનેલી મહિનાનું મામ અદનાન શેખ છે. એક ખાનગી વેબસાઈટ અનુસાર અદનાન બલદિયા શહેરની રહેવાસી છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર  મહિલાની ડિલિવરી સિઝેરિયન ઓપરેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં 3 છોકરાઓ અને બે છોકરીઓનો જન્મ થયો હતો. હોસ્પિટલે જણાવ્યું હતું કે બધા નવજાત શિશુઓ પ્રીમેચ્યોર જન્મ્યા હતા. સમય પહેલા જન્મેલા હોવાને કારણે, બધા બાળકોનું વજન ઓછું હતું અને તેઓ નબળા પણ હતા. જેથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બધા બાળકોને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા, તેમ છતાં બે બાળકોના મોત નિપજ્યાં હતાં. 

બાળકોના પરિવારજનોએ કહ્યું છે કે બાકીના 3 નવજાત શિશુઓ પણ પોતાના જીવન માટે લડી રહ્યા છે. તેમને અત્યાર સુધી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.  હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું છે કે આવા કિસ્સાઓમાં બાળક અને માતા બંનેના જીવ જોખમમાં હોય છે. આ ગંભીર સ્થિતિ દુર્લભ છે અને ઘણીવાર બાળકોમાં કુપોષણનો સમાવેશ થાય છે. બાળકો માતાના ગર્ભમાં વિકાસ કરી શકતા નથી. તે જ સમયે, બાળકોના કાકાએ માહિતી આપી હતી કે,  બંને બાળકોની હાલત ખૂબ જ નાજુક હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. હવે તેમના અંતિમ સંસ્કાર ટૂંક સમયમાં કરવામાં આવશે.

પ્રીમેચ્યોર જન્મેલા બાળકના ઘણા અંગો સંપૂર્ણ રીતે વિકસિત થતા નથી. આ કારણે તેમના ફેફસાં યોગ્ય રીતે વિકાસિત થતા નથી. રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. બાળકોનું વજન પણ ઘટે છે.

આ સમાચાર શેર કરો