મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

મારિયા કોરીના મચાડોને ટ્રમ્પના શત્રુ દેશએ ધમકી આપી, 'જો તે પુરસ્કાર માટે વિદેશ જાય તો...'

2025નો શાંતિનો નોબેલ પુરસ્કાર વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિય

મારિયા કોરીના મચાડોને ટ્રમ્પના શત્રુ દેશએ ધમકી આપી, 'જો તે પુરસ્કાર માટે વિદેશ જાય તો...'

2025નો શાંતિનો નોબેલ પુરસ્કાર વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોએ જીત્યો છે. નોબેલ પુરસ્કાર 10 ડિસેમ્બરે ઓસ્લોના સિટી હૉલમાં આયોજિત ઇવેન્ટમાં આપવામાં આવશે. મારિયા પુરસ્કાર લેવા માટે નૉર્વે જાય તે પહેલા, વેનેઝુએલાના એટર્ની જનરલે ચેતવણી આપી છે કે, અનેક ગુનાઈત કેસોમાં જેલમાં રહેલા મચાડો જો દેશની બહાર જાય છે તો તેમને ફરાર જાહેર કરી દેવામાં આવશે. 

મચાડો વેનેઝુએલામાં લોકતંત્ર અને માનવાધિકારો માટે સંઘર્ષ કરે છે. સરકારે તેમની સામે અનેક ગુનાઈત કેસ દાખલ કર્યા છે, જેમાં આતંકવાદ સાથે જોડાયેલા આરોપો પણ સામેલ છે. 58 વર્ષના મચાડોએ જણાવ્યું કે, તેઓ વેનેઝુએલામાં સંતાઇને રહેતા. ગત અઠવાડિયે તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ 10 ડિસેમ્બરે આયોજિત સમારોહ માટે નૉર્વેની રાજધાની ઓસ્લોમાં જવા ઇચ્છે છે. 

વેનેઝુએલાના એટર્ની જનરલે આપી ચેતવણી 

અહેવાલો અનુસાર, વેનેઝુએલાના એટર્ની જનરલ, તારેક વિલિયમ સાબે ચેતવણી આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે, મચાડો અનેક ગુનાઈત કેસોનો સામનો કરી રહ્યા છે અને જો તે પુરસ્કાર માટે વિદેશ જાય છે, તો તેમને 'ફરાર' જાહેર કરવામાં આવશે. તેમના પર કાવતરૂં, નફરત ફેલાવવી અને આતંકવાદ જેવા ગંભીર આરોપ છે.

અમેરિકાને સમર્થન આપવાના મુદ્દે પર નિશાના પર છે મચાડો

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મચાડો કેરેબિયન સાગરની આસપાસ અમેરિકન સૈન્ય દળોની તૈનાતીને સમર્થન આપે છે. જેના કારણે તેમના સામે તપાસ ચાલી રહી છે. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની સરકાર વિરૂદ્ધ 'એન્ટી ડ્રગ મિશન' અંતર્ગત વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ, યુદ્ધ જહાજ અને ફાઇટર જેટ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા છે. જોકે, પ્રમુખ નિકોલસ માદુરોનો દાવો છે કે, ટ્રમ્પનું આ પગલું તેમની વામપંથી સરકારને તોડી પાડવાનો પ્રયાસ છે. 

અમેરિકન પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે વેનેઝુએલા

તેલથી સમૃદ્ધ આ દક્ષિણ અમેરિકન દેશ 2015થી અમેરિકન પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે. 2017માં પોતાના પહેલાં કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે સાર્વજનિક રૂપે વેનેઝુએલા પર સૈન્ય હુમલો કરવાનો સંકેત આપ્યો છે. પોતાના બીજા કાર્યકાળમાં તેઓ વેનેઝુએલા પર અન્ય અધિક હુમલાવર થઈ ગયા છે. 

ટ્રમ્પ વહીવટી તંત્રએ માદુરો પર ડ્રગ કાર્ટેલનો આરોપ લગાવતા કથિત ડ્રગ બોટ્સ પર કાર્યવાહી પણ કરી છે. અહેવાલો અનુસાર, કેરેબિયન અને પ્રશાંત ક્ષેત્રમાં કથિત ડ્રગ બોટ્સ પર અમેરિકન હુમલામાં ઓછામાં ઓછા 83 લોકોના મૃત્યુ નિપજ્યા છે. માદુરોની સરકારે આ જહાજ પર કરાયેલા અમેરિકન હુમલાને ગેરકાયદે કરાયેલી હત્યા કરાર કરી.

આ સમાચાર શેર કરો