મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: દુબઈ એર શો દરમિયાન ભારતીય વાયુસેનાનું LCA તેજસ ક્રેશ; પાયલટનું મોત, સરકારના તપાસના આદેશ

શુક્રવારે(21 નવેમ્બર) દુબઈ એર શોમાં પ્રદર્શન કરતા સમયે એક વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા

શુક્રવારે(21 નવેમ્બર) દુબઈ એર શોમાં પ્રદર્શન કરતા સમયે એક વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ભારતીય HAL તેજસ વિમાન સ્થાનિક સમય મુજબ બપોરે 2:10 વાગ્યે પ્રદર્શન ઉડાન દરમિયાન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં પાયલટનું મોત નીપજ્યું છે. એરપોર્ટ ઉપર કાળો ધુમાડો છવાઈ ગયો હતો. આ એર શો નિહાળવા મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સહિત લોકો ઉમટ્યા હતા. દુર્ઘટના બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે.  

દુબઈ એર શો દરમિયાન ભારતનું સ્વદેશી ફાઈટર જેટ LCA તેજસ અચાનક ક્રેશ થઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટના ત્યાંના સ્થાનિક સમય અનુસાર બપોરે 2.10 વાગ્યે થઈ. હજારો દર્શકો દુબઈ એર શો દરમિયાન ત્યાં લડાકૂ વિમાનના કરતબ જોઈ રહ્યા હતા. તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ હતી. 

વિમાન ક્રેશ થતાંની સાથે જ ભયાનક વિસ્ફોટ

અલ મકતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેજસ વિમાન શાનદાર કરતબ કરી રહ્યું હતું ત્યારે અચાનક જ નિયંત્રણ ગુમાવ્યું. ગણતરીની સેકન્ડમાં વિમાન સીધું જ જમીન પર ક્રેશ થયું. ક્રેશ થતાંની સાથે જ મોટો વિસ્ફોટ થયો અને આગ લાગી ગઈ. નોંધનીય છે કે દુબઈ એર શોમાં દુનિયાભરના વિવિધ દેશો પોતાના ફાઈટર જેટ મોકલતા હોય છે. 

આ સમાચાર શેર કરો