મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Dubai Storm: ભારે વરસાદ અને તોફાન વચ્ચે દુબઈનું આકાશ થઈ ગયું લીલું, વીડિયો વાયરલ

છેલ્લા કેટલાક દિવસોમાં યુએઈના લોકોએ કુદરતના કહેરનો અનુભવ કર્યો છે. ભારે વરસાદ બાદ આ

Dubai Storm: ભારે વરસાદ અને તોફાન વચ્ચે દુબઈનું આકાશ થઈ ગયું લીલું, વીડિયો વાયરલ

છેલ્લા કેટલાક દિવસોમાં યુએઈના લોકોએ કુદરતના કહેરનો અનુભવ કર્યો છે. ભારે વરસાદ બાદ આવેલા પૂરને કારણે આરબના લોકોનું જીવન મુશ્કેલ બની ગયું હતું. આ સમયગાળા દરમિયાન, રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે, UAEમાં પરિવહનને સૌથી વધુ અસર થઈ છે. કેટલીક હવાઈ યાત્રાઓ રદ કરવી પડી હતી. એક અંદાજ મુજબ આ છેલ્લા 75 વર્ષમાં સૌથી વધુ વરસાદ છે. દેશની હવામાન એજન્સીએ આ વરસાદને 'ઐતિહાસિક હવામાન ઘટના' ગણાવી છે.

બીજી તરફ, હવે દુબઈનું આકાશ લીલું થઈ જવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવા હવામાનને જોઈને ઘણા યુઝર્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, આ સંકેત છે કે દુબઈમાં જોરદાર વાવાઝોડું ત્રાટકશે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેવી રીતે આકાશનો રંગ લીલામાં બદલાઈ ગયો. આને લોકો વરસાદી તોફાનનો સંકેત કહી રહ્યા છે. 17 એપ્રિલે પોસ્ટ કરાયેલા 23 સેકન્ડના વીડિયોમાં કેપ્શન આપવામાં આવ્યું છે, ‘દુબઈમાં આકાશ લીલું થઈ ગયું. દુબઈમાં આજે આવેલા વાવાઝોડાના રિયલ ફૂટેજ.’

વાદળમાં છે બરફના કણો

એક અહેવાલમાં રંગમાં ફેરફારનું કારણ વાદળોમાં બરફના ટીપાં હોવાનું જણાવવામાં આવ્યું છે. નેશનલ વેધર સર્વિસના અધિકારીઓને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'તોફાનના વાદળોમાં બરફના કણો છે, જે આકાશને વાદળી બનાવે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, જ્યારે વાતાવરણમાં વિખરાયેલો લાલ પ્રકાશ વાદળોમાં વાદળી પાણીના ટીપાં પર પડે છે ત્યારે તે લીલો ચમકતો દેખાય છે.

આકાશ ક્યારે લીલું થાય છે?

હવામાન વિભાગનું સમર્થન કરતા, યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિનનો એક અહેવાલ જણાવે છે કે, 'જ્યારે વાદળી વસ્તુઓ લાલ પ્રકાશથી પ્રકાશિત થાય છે, ત્યારે તે લીલી દેખાય છે. લીલો રંગ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તે સાબિતી નથી કે વાવાઝોડું આવી રહ્યું છે.

દુબઈની હવાઈ મુસાફરી ખોરવાઈ

અહેવાલ મુજબ, લીલો રંગ ત્યારે જ દેખાય છે, જ્યારે વાદળ ખૂબ ઘેરા હોય, જે સામાન્ય રીતે માત્ર ગર્જનાના વાદળોમાં જ થાય છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને દુબઈ ઈન્ટરનેશનલે મુસાફરોને એરપોર્ટ પર ન આવવાની સલાહ આપી છે અને કહ્યું છે કે, ફ્લાઈટમાં વિલંબ અને ડાયવર્ઝન ચાલુ છે.

આ સમાચાર શેર કરો