મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

એટલાન્ટિક મહાસાગર નજીક મોટો અકસ્માત, બોટ પલટી જતાં 89 લોકોનાં મોત

મૌરિટાનિયાના નૌકચોટથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, મોરેશિયસના કોસ્ટ ગાર્ડે દક્ષિણ-પશ્ચિ

એટલાન્ટિક મહાસાગર નજીક મોટો અકસ્માત, બોટ પલટી જતાં 89 લોકોનાં મોત

મૌરિટાનિયાના નૌકચોટથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, મોરેશિયસના કોસ્ટ ગાર્ડે દક્ષિણ-પશ્ચિમ મોરિટાનિયામાં  89 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મૃતદેહ બહાર કાઢ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તમામ પ્રવાસીઓ એક ફિશિંગ બોટમાં સવાર હતા, જે એટલાન્ટિક મહાસાગરથી ચાર કિલોમીટર દૂર ફસાયેલી હતી. અહેવાલમાં જણાવાયું છે કે મોરિશિયન કોસ્ટ ગાર્ડે પાંચ વર્ષની બાળકી સહિત નવ લોકોને બચાવ્યા હતા. બોટમાં 170 માઈગ્રન્ટ્સ સવાર હતા, જે છ દિવસ પહેલા સેનેગલ-ગેમ્બિયા બોર્ડરથી યુરોપ જવા રવાના થયા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 6 દિવસ પહેલા લગભગ 170 માછીમારો આ બોટમાં બેસીને માછલી પકડવા માટે દરિયામાં ગયા હતા.

મહાસાગરમાં ભીષણ ચક્રવાતમાં બોટ ફસાઈ ગઈ 

આ માછીમારો સેનેગલ-ગેમ્બિયા સરહદ (Senegal-Gambia border) દ્વારા યુરોપ (Europe) જઈ રહ્યા હતા, પરંતુ એટલાન્ટિક મહાસાગરમાં ભીષણ ચક્રવાતમાં બોટ ફસાઈ ગઈ હતી. દરિયાકાંઠાથી લગભગ 4 કિલોમીટર દૂર તેમની બોટ ફસાઈ ગઈ હતી. મોરિશિયન કોસ્ટ ગાર્ડેને આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચવા રવાના થઈ ગઈ હતી. જો કે કોસ્ટ ગાર્ડની ટીમ પહોંચે તે પહેલા જ 89 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા.

હજુ પણ 70થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ

મોરિશિયન કોસ્ટ ગાર્ડે 5 વર્ષની બાળકી સહિત 9 લોકોને બચાવ્યા હતા. બચાવાયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હજુ પણ 70થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે, જેમના માટે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા યમન અને અફઘાનિસ્તાનમાં આવી બે મોટી દુર્ઘટના થઈ ચૂકી છે. યમનના એડન શહેર નજીક દરિયાકિનારે બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 45થી વધુ લોકોના મોત થયા હતા અને લગભગ 140 લોકો ગુમ થયા હતા, જેમનો પતો આજદિન સુધી લાગ્યો નથી.

આ સમાચાર શેર કરો