મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

UNમાં તૂર્કીયેએ ફરી આલાપ્યો કાશ્મીરનો રાગ, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વિશે કરી આ ટિપ્પણી

પાકિસ્તાનના સદાબહાર સાથી, તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના

UNમાં તૂર્કીયેએ ફરી આલાપ્યો કાશ્મીરનો રાગ, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વિશે કરી આ ટિપ્પણી

પાકિસ્તાનના સદાબહાર સાથી, તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના સંબોધન દરમિયાન ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. એર્દોગને મંગળવારે કહ્યું કે, તુર્કીયે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામથી ખુશ છે. આ સાથે, તેમણે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે વાત કરી હતી. તેમણે ભારત અને પાકિસ્તાનને કાશ્મીર વિવાદ ઉકેલવા વિનંતી કરી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર માટે ભેગા થયેલા વિશ્વ નેતાઓ સમક્ષ એર્દોગને આ વાત કહી.

લશ્કરી સંઘર્ષ પછીના યુદ્ધવિરામથી અમે ખુશ છીએ

તેમણે કહ્યું કે, 'થોડા મહિના પહેલા એપ્રિલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે થયેલા તણાવ અને ત્યારબાદ બંને દેશો વચ્ચે થયેલા લશ્કરી સંઘર્ષ પછીના યુદ્ધવિરામથી અમે ખુશ છીએ. કાશ્મીર મુદ્દાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોના આધારે વાતચીત દ્વારા થવો જોઈએ, જે કાશ્મીરમાં આપણી બહેનો અને ભાઈઓના શ્રેષ્ઠ હિતમાં છે.'

આ સમાચાર શેર કરો