મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

ડેમોક્રેટિક પાર્ટીના નેતા કમલા હેરિસે ઓફિશિયલ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. આ

કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

ડેમોક્રેટિક પાર્ટીના નેતા કમલા હેરિસે ઓફિશિયલ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. આ સાથે જ કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટીની જીત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે એક્સ પર આ વાતની જાણકારી આપી છે. કમલા હેરિસે લખ્યુ, "આજે મે ઓફિશિયલ રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરતા ફોર્મ પર સહી કરી દીધી છે.હું દરેક વોટ જીતવા માટે મહેનત કરીશ. નવેમ્બરમાં જનતા દ્વારા સંચાલિત ચૂંટણી અભિયાન જીતીશું."

બરાક ઓબામાએ કમલા હેરિસનું સમર્થન કર્યું

રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા પોતાની ઉમેદવારી પાછી ખેચી લીધા બાદ કમલા હેરિસને અમેરિકાના મોટા નેતા અને બિઝનેસમેન વર્ગનું સમર્થન મળી રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ કમલા હેરિસનું સમર્થન કરવાની જાહેરાત કરી છે.

આ સમાચાર શેર કરો