મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

SCO સમિટમાં પાકિસ્તાનના PMને મળ્યા એસ.જયશંકર, શાહબાઝ શરીફે આગળ આવીને વિદેશ મંત્રી સાથે હાથ મિલાવ્યો

પાકિસ્તાનમાં SCO શિખર સંમેલનનો પહેલો દિવસ હતો. વિદેશ મંત્રી એસ. જયશંકર આ સંમેલનમાં પહોંચ્યા હતા. અહીં તે

SCO સમિટમાં પાકિસ્તાનના PMને મળ્યા એસ.જયશંકર, શાહબાઝ શરીફે આગળ આવીને વિદેશ મંત્રી સાથે હાથ મિલાવ્યો

પાકિસ્તાનમાં SCO શિખર સંમેલનનો પહેલો દિવસ હતો. વિદેશ મંત્રી એસ. જયશંકર આ સંમેલનમાં પહોંચ્યા હતા. અહીં તેમની મુલાકાત પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ સાથે પણ થઈ હતી. એટલું જ નહીં શાહબાઝ શરીફે આગળ આવીને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે હાથ મિલાવ્યો હતો. બંને નેતાઓએ થોડી વાતચીત પણ કરી હતી.

પાકિસ્તાનમાં એસ.જયશંકરનું ઉષ્માભર્યું સ્વાગત

વિદેશ મંત્રી એસ. જયશંકર બુધવારે યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ચૂક્યા છે. જ્યાં પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ નૂર ખાન એરબેઝ પર તેમનું સ્વાગત કર્યું હતું. જયશંકર સહિત SCO સભ્ય દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરવા માટે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપે તેવી શક્યતા છે.

ભારતીય વિદેશ મંત્રી 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચ્યા

વિદેશ મંત્રી SCO સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચી ગયા છે. નવ વર્ષ બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતના વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાતે આવ્યા છે. આ પહેલા ડિસેમ્બર 2015માં તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા. સુષ્મા સ્વરાજ અફઘાનિસ્તાનને લઈને થયેલા સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની રાજધાની ગયા હતા. જ્યારે કાશ્મીર મુદ્દો અને પાકિસ્તાન તરફથી સીમાપાર આતંકવાદને કારણે બંને પાડોશી દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ છે.

એપ્રિલ 1996માં યોજાયેલી એક બેઠકમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાને ભાગ લીધો હતો. આ બેઠકનો હેતુ વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા માટે એકબીજાને સહકાર આપવાનો હતો. ત્યારે તેને 'શાંઘાઈ ફાઈવ' કહેવામાં આવતું હતું. જો કે, ખરા અર્થમાં તેની રચના 15 જૂન 2001ના રોજ થઈ હતી. ત્યારબાદ ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને 'શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન'ની સ્થાપના કરી. આ પછી વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા ઉપરાંત બિઝનેસ અને રોકાણ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો