મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈઝરાયેલનો હુમલો: ગાઝામાં અનેક ભૂખ્યાં લોકો સહીત અલ જઝીરાના 5 પત્રકારોના મૃત્યુ

ગાઝા પટ્ટીમાં મદદની માંગ કરી રહેલા 26 પેલેસ્ટિયનોને મોતને ઘાટ ઉત્તરી

ઈઝરાયેલનો હુમલો: ગાઝામાં અનેક ભૂખ્યાં લોકો સહીત અલ જઝીરાના 5 પત્રકારોના મૃત્યુ

ગાઝા પટ્ટીમાં મદદની માંગ કરી રહેલા 26 પેલેસ્ટિયનોને મોતને ઘાટ ઉત્તરી દેવામાં આવ્યા છે તેમ હોસ્પિટલો અને સાક્ષીઓએ જણાવ્યું છે. બીજી તરફ ઇઝરાયેલમાં ઇઝરાયેલી બંધકોના પરિવારજનોએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની પેલેસ્ટાઇનમાં સૈન્ય કાર્યવાહીનો વ્યાપ વધારવાની યોજનાનો વિરોધ કરવા માટે હડતાળ શરૂ કરવાની અપીલ કરી છે.

ભૂખમરાને કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને 100ને પાર થઇ ગઇ છે. આ દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુએ જણાવ્યું છે કે ઇઝરાયેલ પાસે યુદ્ધ સમાપ્ત કરવા અને હમાસને હરાવવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. સમગ્ર વિશ્વમાં નેતનયાહુની યોજનાઓની ટીકા થઇ રહી છે ત્યારે તેમણે આજે પત્રકાર પરિષદને સંબોધી હતી. ગાઝા પર અંકુશ મેળવવાની નેતનયાહુની યોજના અંગે યુનાઇટેડ સિકયુરિટી કાઉન્સિલે એક ઇમરજન્સી બેઠકનું આયોજન કર્યુ છે. 

હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું છે કે તેમને એ વિસ્તારોમાંથી મૃતદેહો મળ્યા છે જ્યારે પેલેસ્ટિયનો સહાયતા મળવાની રાહ જોઇ રહ્યાં હતાં. ખાદ્ય કાફલાના માર્ગો અને ગાઝામાં ખાનગી રીતે સંચાલિત સહાય વિતરણ કેન્દ્રો પાસેથી મૃતદેહો મળી આવ્યા હતાં. 

નાસેર હોસ્પિટલે જણાવ્યું હતું કે મૃતકોમાં એવા 10 લોકોનો સમાવેશ થાય છે જે  દક્ષિણ શહેરો રફાહ અને ખાન યુનુસને અલગ કરતા નવા બનેલા મોરાગ કોરિડોર પાસે  સહાય ટ્રકની રાહ જોતા હતાં. ગાઝા આરોગ્ય મંત્રાલય અને ગાઝા શહેરની શીફા હોસ્પિટલના જણાવ્યા અનુસાર  ઝીકિમ ક્રોસિંગ નજીક ઉત્તરી ગાઝામાં સહાયની રાહ જોતા વધુ છ લોકોનાં મોત થયા હતાં. 

મધ્યા ગાઝામાં સાક્ષીઓએ જણાવ્યું હતું કે ગાઝા હ્યુમેનેટેરિયન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ખાદ્ય વિતરણ કેન્દ્ર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહેલા સહાય શોધનારા ટોળા તરફ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

પાંચ અલ જઝીરા પત્રકારો માર્યા ગયા

ઈઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગાઝા પર સંપૂર્ણ કબજો કરવાની યોજના વચ્ચે, ઈઝરાયેલ સુરક્ષા દળો ત્યાં ઝડપી હુમલા કરી રહ્યા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા પાંચ અલ જઝીરા પત્રકારો માર્યા ગયા છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, ગાઝા શહેરમાં અલ-શિફા હોસ્પિટલના મુખ્ય દરવાજાની બહાર પ્રેસ માટેના તંબુને નિશાન બનાવીને ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયેલા સાત લોકોમાં પાંચ પત્રકારોનો સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવાયું છે કે પીડિતોમાં અલ જઝીરાના સંવાદદાતા અનસ અલ-શરીફ અને મોહમ્મદ કારિકેહ, તેમજ કેમેરામેન ઇબ્રાહિમ ઝહીર, મોઆમેન અલીવા અને મોહમ્મદ નૌફલનો સમાવેશ થાય છે.

હુમલા પછી તરત જ, ઇઝરાયેલી સેનાએ એક નિવેદનમાં સ્વીકાર્યું કે તેણે અલ જઝીરાના સંવાદદાતા અનસ અલ-શરીફને નિશાન બનાવ્યો હતો અને તેને આતંકવાદી ગણાવ્યો હતો, અને કહ્યું હતું કે તે હમાસમાં આતંકવાદી સેલના વડા તરીકે સેવા આપી ચૂક્યો છે.

મૃત્યુ પહેલાં બોમ્બ ધડાકાની જાણ કરવી

મૃત્યુ પહેલાંના ક્ષણોમાં, 28 વર્ષીય અલ-શરીફ ગાઝા શહેરમાં ઈઝરાયેલી બોમ્બ ધડાકાની જાણ કરતો જોવા મળ્યો હતો. શરીફે સોશિયલ મીડિયા X પર હુમલાની જાણ કરતી એક પોસ્ટ પ્રકાશિત કરી હતી. અલ જઝીરાના અહેવાલમાં જણાવાયું છે કે આ પોસ્ટ તેના એક મિત્ર દ્વારા પોસ્ટ કરવામાં આવી હોય તેવું લાગે છે, જે તેના એકાઉન્ટમાંથી તેના મૃત્યુની માહિતી મળ્યા પછી પ્રકાશિત કરવામાં આવી હતી.

પૃષ્ઠભૂમિમાં ભારે ઈઝરાયેલી બોમ્બમારાનો જોરદાર અવાજ
અલ-શરીફની પોસ્ટમાં લખ્યું છે, "જો મારા આ શબ્દો તમારા સુધી પહોંચે, તો જાણજો કે ઇઝરાયલ મને મારવામાં અને મારો અવાજ દબાવવામાં સફળ રહ્યું છે." અલ-શરીફના છેલ્લા વીડિયોની પૃષ્ઠભૂમિમાં, ભારે ઈઝરાયેલી બોમ્બમારાનો જોરદાર અવાજ સાંભળી શકાય છે, જ્યારે અંધારું આકાશ નારંગી પ્રકાશના ચમકારાઓથી પ્રકાશિત છે.

તીક્ષ્ણ રિપોર્ટિંગ માટે નિશાન

માનવ અધિકાર કાર્યકરો કહે છે કે અલ-શરીફને ગાઝા યુદ્ધની તેમની તીક્ષ્ણ રિપોર્ટિંગ માટે નિશાન બનાવવામાં આવ્યા છે અને ઈઝરાયેલ પાસે તેમના આતંકવાદી હોવાના કોઈ પુરાવા નથી. અલ-જઝીરાએ અલ-શરીફને ગાઝાના સૌથી બહાદુર પત્રકારોમાંના એક ગણાવ્યા અને કહ્યું કે આ હુમલો ગાઝા પર કબજા સામે અવાજ ઉઠાવતા અવાજોને દબાવવાનો ભયાવહ પ્રયાસ હતો. પત્રકાર જૂથો અને અલ જઝીરાએ હત્યાઓની નિંદા કરી.

બીજી તરફ, ઈઝરાયેલી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અલ-શરીફ હમાસ સેલનો વડા હતો અને ઈઝરાયેલી નાગરિકો અને IDF સૈનિકો પર રોકેટ હુમલાઓને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર હતો. નિવેદનમાં ગાઝામાં મળેલા ગુપ્ત માહિતી અને દસ્તાવેજોને પુરાવા તરીકે ટાંકવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો