મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈઝરાયેલી સેના IDFએ ગાઝા પર કર્યો ભયાનક હુમલો! કહ્યું, "યુદ્ધ ચાલુ રહેશે" 

ઈઝરાયેલી સેના IDFએ ફરી ગાઝામાં ભયાનક હુમલો કર્યો છે. સેનાએ છેલ્લા 24 કલાકમાં હવ

ઈઝરાયેલી સેના IDFએ ગાઝા પર કર્યો ભયાનક હુમલો! કહ્યું, "યુદ્ધ ચાલુ રહેશે" 

ઈઝરાયેલી સેના IDFએ ફરી ગાઝામાં ભયાનક હુમલો કર્યો છે. સેનાએ છેલ્લા 24 કલાકમાં હવાઈ, જમીન અને દરિયાઈ માર્ગેથી 140થી વધુ સ્થળો પર હુમલા કર્યા હોવાની વિગતો સામે આવી છે. IDFએ કહ્યું કે, "આતંકવાદી જૂથોની બિલ્ડિંગો, હથિયારના સંગ્રહ સ્થળ સહિત અનેક સ્થળે હુમલા કર્યા છે."

ઈઝરાયેલી સેના ગાઝામાં આગળ વધી

IDFની 3 ડિવિઝનની ગ્રાઉન્ડ ટુકડીઓ ગાઝા સિટીમાં સતત આગળ વધી રહી છે. ઈઝરાયલી એર ફોર્સે હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા આશરે 140 ઠેકાણાં પર બોંબમારો કર્યો છે, જ્યારે ઈઝરાયલી નેવીએ ગાઝાના ઉત્તર ભાગમાં ગોળીબાર કરીને હથિયારના સંગ્રહ સ્થળ અને હમાસના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી બિલ્ડિંગને ટાર્ગેટ કરી છે. સેના દ્વારા હમાસના આતંકીઓએ બિલ્ડિંગમાં છુપાવેલા બોંબનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.

હમાસના લોકો પર ઈઝરાયલની સેનાએ વરસાવ્યો કહેર

ઈઝરાયલી સેનાની ત્રણ ડિવિઝન ટુકડીએ ગાઝામાં સતત આગળ વધી રહી છે અને હુમલાઓ શરૂ કરી દીધા છે. IDFની 36મી ડિવિઝને હમાસ દ્વારા સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતા અનેક બિલ્ડિંગનો નાશ કરી દીધો છે, જ્યારે 98મી ડિવિઝને IDF પર બોંબમારો કરનાર હમાસના એક સભ્યને ઠાર કરી દીધો છે. આ ઉપરાંત આઈડીએફની 162મી ડિવિઝને હમાસના અનેક આતંકીઓને ઠાર કરી દીધા છે.

યુદ્ધ ચાલુ રહેશે : IDF

IDFએ સ્પષ્ટ કહ્યું છે કે, "હમાસ જેવા આતંકી જૂથો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખીશું." સેનાની ભૂમિ સેનાએ હમાસીઓ દ્વારા જાળ બિછાવાયેલ અનેક બોંબ નષ્ટ કરી દીધા છે અને આતંકીઓને ઠાર કર્યા છે. IDFએ આતંકીઓને અટકાવવા માટે કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે. તેણે એમ પણ કહ્યું છે કે, "ગાઝામાં હાલત ગંભીર છે, રાહત કામગીરી વધુ ઝડપી બનાવવાની જરૂર છે."

આ સમાચાર શેર કરો