Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Israel issues stern warning to Iran amid Khamenei's funeral, "...this will happen if it comes against Israel"

ખામેનેઈના અંતિમ સંસ્કાર વચ્ચે ઈઝરાયલની ઈરાનને કડક ચેતવણી, "ઈઝરાયલ વિરુદ્ધ આવશે તો થશે આ અંજામ"

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ખામેનેઈના અંતિમ સંસ્કાર વચ્ચે ઈઝરાયલની ઈરાનને કડક ચેતવણી, "ઈઝરાયલ વિરુદ્ધ આવશે તો થશે આ અંજામ"
સોર્સ : gstv

અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોતના બાદ મિડલ ઇસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તેહરાનમાં જ્યારે અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન લાખો લોકો એકઠા થઈને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે જ ઈઝરાયલે ઈરાનને અત્યંત કડક શબ્દોમાં ખુલ્લી ધમકી આપી છે.

App Store

ઈઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનનો ભવિષ્યનો કોઈપણ નેતા જો ઈઝરાયલને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, તો તેનો અંજામ પણ અલી ખામેનેઈ જેવો જ આવશે. ઉલ્લેખનિય છે કે અલી ખામેનેઈ 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકન અને ઈઝરાયલી સેનાના ભીષણ હુમલામાં માર્યા ગયા હતા.

જે મારવા નીકળ્યો હતો તેને જ મારી નાખ્યો: ઈઝરાયલના સંરક્ષણ મંત્રીની કસમ

અલી ખામેનેઈના અંતિમ સંસ્કારની વિધિઓ ચાલી રહી છે તે જ સમયે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે એક મોટું નિવેદન આપીને કસમ ખાધી છે કે ભવિષ્યમાં ઈઝરાયલ વિરુદ્ધ ષડયંત્ર રચનારા દરેક ઈરાની નેતાને ખતમ કરી દેવામાં આવશે. કાત્ઝે જણાવ્યું હતું કે, 'અલી ખામેનેઈની હત્યા ઈઝરાયલે એટલા માટે કરી કારણ કે તેઓ ઈઝરાયલનો વિનાશ કરવાની વ્યૂહરચનાનું નેતૃત્વ કરી રહ્યા હતા. જે આપણને મારવા નીકળ્યો હતો, તેને જ મારી નાખવામાં આવ્યો છે. હવે જો કોઈ પણ નવો નેતા આ યોજનાને આગળ વધારશે, તો તેને પણ આ જ રીતે નિષ્ફળ કરી દેવાશે.'

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી બદલો લેવાની માંગ શરમજનક

ઈઝરાયલના સંરક્ષણ મંત્રી કાત્ઝે જનાજામાં એકઠી થયેલી ભીડ દ્વારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે બદલો લેવાની કરવામાં આવી રહેલી માંગણીઓને 'શરમજનક' ગણાવી છે. આ ઘટનાઓ આયતુલ્લા શાસનની અસલી અને ક્રૂર પ્રકૃતિને છતી કરે છે.

કાત્ઝે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, 'ભલે આ સંયુક્ત લડાઈએ ઈઝરાયલ પરના તાત્કાલિક જોખમને ટાળી દીધું છે અને ઈરાનની વ્યૂહાત્મક ક્ષમતાઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે, તેમ છતાં પણ ઈઝરાયલ સંપૂર્ણપણે સતર્ક છે. ઈઝરાયલ કોઈપણ સમયે અને કોઈપણ પ્રકારના જોખમ સામે એકલા હાથે જ પોતાની રક્ષા કરવા માટે સક્ષમ અને સજ્જ છે.

તેહરાનની સડકો પર આક્રોશ: ટ્રમ્પ અને નેતન્યાહૂના પૂતળા લટકાવ્યા

બીજી તરફ, તેહરાનમાં પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારના જુલૂસ દરમિયાન ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખામેનેઈના શવને રાષ્ટ્રીય ધ્વજમાં લપેટીને એક ટ્રક દ્વારા મેહરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ લઈ જવામાં આવી રહ્યું છે. શોક મનાવી રહેલા લોકો આશીર્વાદ મેળવવા માટે શબપેટીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જુલૂસમાં સામેલ અનેક લોકોના હાથમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને જાનથી મારી નાખવાની માંગ કરતા પોસ્ટરો જોવા મળ્યા છે. એટલું જ નહીં, રસ્તામાં ડોનાલ્ડ ટ્રમ્પનું એક પૂતળું પણ લટકાવેલું જોવા મળ્યું હતું, જેને લઈને અમેરિકા અને ઈઝરાયલે અત્યંત તીખી પ્રતિક્રિયા આપી છે.