Video: ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ઉજવી દિવાળી

સોર્સ: gstv

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસમાં દિવાળી ઉજવી હતી. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં આયોજિત ખાસ કાર્યક્રમ દરમિયાન પરંપરાગત દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી કમિશનર અર્જુન મોદી સહિતના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા. આ સમયે ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.. વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવવાની પરંપરાની શરૂઆત વર્ષ 2003માં પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશે કરી હતી. શરૂઆતના વર્ષોમાં આ કાર્યક્રમો આઈઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં યોજાતા હતા. ત્યારબાદ વર્ષ 2009માં પ્રમુખ બરાક ઓબામા વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમમાં દીવો પ્રગટાવનારા પ્રથમ અમેરિકન પ્રમુખ બન્યા હતા. ત્યારથી વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસ અને રૂઝવેલ્ટ રૂમ જેવા મુખ્ય સ્થળોએ દીપોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત