શ્રીલંકાની જેલમાં ભયાનક ગેંગવોર: 19 કેદી સહિત 23ના મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત

સોર્સ : gstv
શ્રીલંકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં જેલમાં ફાટી નીકળેલા ગેંગવોરમાં 4 ગાર્ડ અને 19 કેદીઓના મોતના અહેવાલ સામે આવ્યા છે. આ ગેંગવોરમાં અત્યાર સુધીમાં 100 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.
શ્રીલંકામાં છેલ્લા 6 વર્ષ કરતાં પણ વધુ સમય બાદ કોઈ જેલમાં ફાટી નીકળેલી આ સૌથી મોટી હિંસા છે. એક અહેવાલ અનુસાર રાજધાની કોલંબોમાં મુખ્ય જેલમાં ડ્રગ્સના ધંધા સંબંધિત બે ગેંગના કેદીઓ વચ્ચે આખી રાત અથડામણ ચાલી હતી. હિંસા બાદ ઘાયલોને કોલંબોના ઉત્તરમાં આવેલી નેગોમ્બો હોસ્પિટલ ખસેડાયા હતા.
હોસ્પિટલના ડિરેક્ટર પુષ્પા ગામથાલે જણાવ્યું કે સરકારી હોસ્પિટલમાં 23 મૃતદેહો લવાયા હતા અને 100થી વધુ કેદીઓ અને ગાર્ડને સારવાર માટે દાખલ કરાયા હતા. ઘણા લોકોને ગોળી વાગી છે જ્યારે અમુક લોકોને માર કાટ અને ગંભીર ઈજાઓ પહોંચી છે.

