Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran has a thermonuclear bomb, a weapon bigger than nuclear bomb: Former Russian President Medvedev's blast

ઈરાન પાસે પરમાણુ બોમ્બથી પણ મોટું હથિયાર થર્મોન્યૂક્લિયર બોમ્બ : રશિયાના પૂર્વ પ્રમુખ મેદવેદેવનો ધડાકો

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાન પાસે પરમાણુ બોમ્બથી પણ મોટું હથિયાર થર્મોન્યૂક્લિયર બોમ્બ : રશિયાના પૂર્વ પ્રમુખ મેદવેદેવનો ધડાકો
સોર્સ : gstv

તહેરાન: રશિયાના પૂર્વ પ્રમુખ મેદવેદેવે હોર્મુઝ સ્ટ્રેઈટ્સને ઇરાનના થર્મોન્યૂક્લિયર બોમ્બ સમાન કહી છે. સાથે કહ્યું કે અમેરિકા સામેના યુદ્ધમાં તહેરાને જે રીતે હોર્મુઝ સ્ટ્રેઈટ્સનો ઉપયોગ કર્યો તે કાર્યવાહીની પ્રશંસા યોગ્ય છે.  હોર્મુઝ સ્ટ્રેઈટ્સને મેદવેદેવે થર્મોન્યૂક્લિયર બોમ્બ સમાન કહી છે : કહ્યું ઇરાન પાસે એ એવું શસ્ત્ર છે કે જે પરમાણુ શસ્ત્રથી જરાયે કમ નથી 

App Store

ઇરાનના દિવંગત સર્વોચ્ચ નેતા, આયાતોલ્લાહ અલિ ખામેનેઈનો અંતિમ સંસ્કારમાં હાજરી આપતા રશિયા પ્રતિનિિ મંડળનું નેટવર્ક લાઈ મેદવેદેવ અહીં આવી પહોંચ્યા છે. તેઓએ તેમનાં વક્તવ્યમાં કહ્યું કે ઇરાને એક એવું શસ્ત્ર શોધી કાઢ્યું છે કે જે કોઈપણ પ્રકારના પરમાણુ બોમ્બથી કમ નથી.
આ સાથે તેઓએ ઇરાનની યુદ્ધ ક્ષમતાની પણ તારીફ કરી. સાથે ભારપૂર્વક કહ્યું કે ઇરાને આ દ્વારા દર્શઆવી આપ્યું છે કે તે આ ક્ષેત્રમાં કેટલી મોટી શક્તિ છે. યુદ્ધ દરમિયાન જહાજોની આવનજાવન રોકી ઇરાને પોતાની રણનીતિનું શક્તિ પણ દર્શાવી આપી છે. અત્યારે તો દુનિયામાં ચર્ચાઓ સમજૂતી તે બાબતે થઈ રહી છે કે ઇરાન ભવિષ્યમાં શું કરશે અને હોર્મુઝ કઈ રીતે સંપાદિત કરશે ?

મેદવેદેવે ફરી એકવાર કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેઈટ્સનો ઉપયોગ વૈશ્વિક સંઘર્ષની સ્થિતિમાં તો તે ચોક્કસ કરી જ શકે. અમેરિકા ઇઝરાયેલી ઇરાનને ચેતવણી આપે છે કે તમે પરમાણુ શસ્ત્ર ન બનાવો. ઇરાને પણ તે અંગે પોતાનું મંતવ્ય સ્પષ્ટ દર્શાવ્યું છે.

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ઇરાન સાથે સંધિ કરી કેટલીક હદ સુધી તહેરાનને રોક્યું હતું. પંરતુ, પોતાના પહેલા કાર્યકાળ દરમ્યાન ટ્રમ્પે તે સંધિમાંથી અમેરિકાને બહાર કાઢ્યું. તે પછી ઈરાને તેનો પરમાણઉ કાર્યક્રમ ઝડપી બનાવ્યો. બીજા કાર્યકાળમાં પદગ્રહણ કરતાની સાથે જ ટ્રમ્પે ઇરાનને ધમકીઓ આપવી શરૂ કરી દીધી.

૨૮ એપ્રિલે જ શાંતિ-મંત્રણા વચ્ચે અમેરિકા અને ઇઝરાયેલ સાથે મળી ઇરાન પર હુમલો અને પહેલે જ દિવસે કરેલા હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનેઈ નિધન પામ્યા. સાથે તેમના સલામતી રક્ષકો પણ માર્યા ગયા. યુદ્ધ ફાટી નીકળ્યું. ઇરાને અમેરિકી મથકો પર હુમલા કર્યા, હોર્મુઝ બંધ કરી અને સમગ્ર વિશ્વને ઉર્જા સંકટમાં મુકી દીધું. પાકિસ્તાન અને કતારની મધ્યસ્થી દ્વારા શાંતિ મંત્રણા યોજાઈ યુદ્ધવિરામ પણ થયો, હજી પણ ખરા અર્થમાં સમજૂતી થવાની વાત તો દુર-દુર જ જતી જાય છે.