માસ્ટરમાઇન્ડનો ખાત્મો? ઇઝરાયેલે ગાઝા સ્ટ્રાઇકમાં હમાસના વડા મોહમ્મદ ડેઇફને નિશાન બનાવ્યાનો દાવો
શનિવારે એક લશ્કરી કાર્યવાહીમાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ) એ હમાસના બે વરિષ્ઠ નેતાઓ,

શનિવારે એક લશ્કરી કાર્યવાહીમાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ) એ હમાસના બે વરિષ્ઠ નેતાઓ, મોહમ્મદ ડેઇફ અને રફા સલામેહને દક્ષિણ ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલામાં નિશાન બનાવ્યાની પુષ્ટિ કરી.
હમાસની લશ્કરી પાંખના કમાન્ડર અને ઑક્ટોબર 7ના હત્યાકાંડના કથિત મુખ્ય સૂત્રધાર ડેઇફ અને ખાન યુનિસ બ્રિગેડના કમાન્ડર સલામેહ હુમલા સમયે અલ-મવાસી વિસ્તાર અને ખાન યુનિસની વચ્ચે સ્થિત એક નાની ઇમારતમાં હતા.
જામાં હમાસના વરિષ્ઠ કમાન્ડર માર્યા ગયા
ઈઝરાયેલ પર ઑક્ટોબર 7ના હુમલાની યોજનામાં સામેલ હમાસના એક વરિષ્ઠ કમાન્ડર ગાઝા સિટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. આ વાત ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ દ્વારા કહેવામાં આવી છે. ઇઝરાયેલી સૈન્યએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્યા ગયેલા કમાન્ડર અયમાન શોવદેહ હતા, જે હાલમાં હમાસની શેજૈયા બટાલિયનના ડેપ્યુટી કમાન્ડર હતા અને અગાઉ હમાસના ઓપરેશનલ હેડક્વાર્ટરમાં મુખ્ય કાર્યકર્તા હતા.
નિવેદન અનુસાર, શોદેહે ઇઝરાયલી સૈનિકો પર અનેક હુમલા કર્યા હતા. સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, સેનાએ દાવો કર્યો છે કે શહેરના શેજૈયા પડોશમાં તાજેતરના IDF ઓપરેશનમાં માર્યા ગયેલા 150થી વધુ "આતંકવાદીઓ" પૈકીનો એક વ્યક્તિ હતો.
સક્રિય "આતંકવાદીઓ" અને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરવા ઇઝરાયલી દળોએ લગભગ બે અઠવાડિયા સુધી શેજૈયાને નિશાન બનાવ્યું હતું. સેનાએ જાહેરાત કરી કે તેણે શેજૈયામાં મિશન પૂર્ણ કર્યું છે. બીજી તરફ, રામલ્લાહના પશ્ચિમ કાંઠાના શહેર નજીકના અબવીન ગામમાં દરોડા દરમિયાન, ઇઝરાયેલી સેનાએ એક યુવાન પેલેસ્ટિનિયનને મારી નાખ્યો.
પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ સોસાયટીએ મૃતકની ઓળખ કર્યા વિના શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમારા દળોએ એક 26 વર્ષીય વ્યક્તિને ગામમાંથી બહાર કાઢ્યો હતો જેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી." સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘાયલ યુવકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે ઇઝરાયલી દળોએ ગામમાં હુમલો કર્યો, ગોળીબાર કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા, જેમાં યુવક ઘાયલ થયો.








