મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈરાને ભૂગર્ભ 'મિસાઈલ સિટી'ના ફોટોગ્રાફ કર્યા જાહેર, જમીનની નીચે શસ્ત્રોનો ભંડાર દેખાયો

ઈરાને તેની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા ભૂગર્ભ "મિસાઈલ સિટી"નો નવો વીડિયો જાહેર કર્યો છે. આમાં ભારે

ઈરાને ભૂગર્ભ 'મિસાઈલ સિટી'ના ફોટોગ્રાફ કર્યા જાહેર, જમીનની નીચે શસ્ત્રોનો ભંડાર દેખાયો

ઈરાને તેની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા ભૂગર્ભ "મિસાઈલ સિટી"નો નવો વીડિયો જાહેર કર્યો છે. આમાં ભારે શસ્ત્રો લાંબી ટનલમાંથી પસાર થતા જોઈ શકાય છે. મંગળવારે જારી કરાયેલા આ વીડિયોમાં ઈરાની સશસ્ત્ર દળના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાઘેરી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ એક ટનલની અંદર મિસાઈલ બેઝની મુલાકાત લેતા જોવા મળે છે.'

ઈરાની મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું છે કે આ ભૂગર્ભ બેઝ વિવિધ પ્રકારની બેલેસ્ટિક મિસાઈલોથી ભરેલો છે. આ વીડિયો સરકારી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને તેમાં ખતરનાક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે એ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઈરાન કોઈપણ હુમલાનો સામનો કરવા અને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. અધિકારીઓ ખાસ વાહનમાં આ જટિલ ટનલ સિસ્ટમની અંદર મુસાફરી કરતા જોવા મળે છે.

આ અંગે કમાન્ડર હાજીઝાદેએ કહ્યું કે, "જો આપણે આજથી શરૂઆત કરીએ તો દર અઠવાડિયે એક નવી મિસાઈલ સિટીનું અનાવરણ કરી શકીશું. આ પ્રોજેક્ટ આગામી બે વર્ષ સુધી ચાલુ રહેશે." આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈરાન તેની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાની દિશામાં સતત આગળ વધી રહ્યું છે.

અમેરિકન ધમકી વચ્ચે વિડિયો જાહેર કરવામાં આવ્યો

આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને પરમાણુ કરાર પર ફરીથી વાટાઘાટો કરવા માટે બે મહિનાનું અલ્ટીમેટમ આપ્યું છે. અગાઉ, 2018 માં, ટ્રમ્પ વહીવટીતંત્રે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા હસ્તાક્ષર કરાયેલા પરમાણુ કરારમાંથી અમેરિકાને બહાર કાઢ્યું હતું. આ સિવાય ટ્રમ્પે સંકેત આપ્યો છે કે હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીમાં અમેરિકા ઈરાનને પણ નિશાન બનાવી શકે છે, કારણ કે ઈરાનને આ વિદ્રોહીઓનો મુખ્ય સમર્થક માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો