ઈરાને 1 મહિનામાં 33 બલૂચોને ફાંસી પર લટકાવ્યા, વધુ 85ને મૃત્યુદંડની તૈયારીઃ અહેવાલ
ઈરાનમાં બલૂચ લોકોને ફાંસી આપવાની ઘટનાઓ વધી છે. છેલ્લા એક મહિનામાં ઓછામાં ઓછા 33 બલૂચ કેદ

ઈરાનમાં બલૂચ લોકોને ફાંસી આપવાની ઘટનાઓ વધી છે. છેલ્લા એક મહિનામાં ઓછામાં ઓછા 33 બલૂચ કેદીઓને ફાંસી આપવામાં આવી હોવાના અહેવાલ છે. બલૂચ એક્ટિવિસ્ટ કેમ્પેનના અહેવાલમાં જણાવાયું છે કે, આ ફાંસી યોગ્ય કાનૂની પ્રક્રિયા વિના આપવામાં આવી હતી.
ઈરાનમાં બલુચિસ્તાનના નાગરિકોને આપવામાં આવી રહેલી મૃત્યુદંડની સજાએ વિશ્વભરના માનવાધિકાર સંગઠનોનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર એક મહિનામાં, બલુચિસ્તાનના 33 કેદીઓને ઈરાનમાં ફાંસી આપવામાં આવી. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ લોકોને સજા આપવામાં કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નહોતું. આ કેદીઓને પોતાનો બચાવની સંપૂર્ણ તક આપ્યા વિના ફાંસી આપવામાં આવી હતી. ઈરાની બલુચિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘન અને બલુચ કેદીઓની વધતી જતી ફાંસીની ઘટનાએ માનવાધિકાર સંગઠનોમાં ચિંતા વધારી છે.
દેશની અલગ અલગ જેલમાં એપ્રિલ મહિનામાં જ ઓછામાં ઓછા 33 બલોચ કેદીઓને ફાંસી આપવામાં આવી હતી. બલૂચ એક્ટિવિસ્ટ્સ કેમ્પેઈનના અહેવાલ મુજબ ફાંસીની સજા યોગ્ય કાનૂની પ્રક્રિયા વિના અને પરિવારોને જાણ કર્યા વિના આપી દેવાઈ હતી. જેને પગલે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેની ટીકાનો સામનો કરી રહ્યા છે.
૮૫ કેદીઓને ફાંસી આપવાની તૈયારી
રિપોર્ટ અનુસાર, ઈરાની સરકાર બલૂચ નાગરિકોને ખોટી અને રાજનીતિક કારણોસર ફસાવી રહી છે. આ વર્ષના અંત સુધીમાં ઝાહિદાન સેન્ટ્રલ જેલમાં વધુ 85 બલૂચ કેદીઓને ફાંસી આપવામાં આવી શકે છે. બલૂચ લોકો ઈરાનની કુલ વસ્તીના લગભગ પાંચ ટકા છે. બલુચિસ્તાનના લોકો લાંબા સમયથી ભેદભાવનો સામનો કરી રહ્યા છે. ઈરાનમાં કુલ ફાંસીની સજાના 10 ટકાથી વધુ બલૂચ નાગરિકોને અપાઈ છે. જે કેદીઓને ફાંસી આપવામાં આવી હતી તેમના પર રાજકીય અને વૈચારિક પ્રવૃત્તિઓ, ડ્રગ સંબંધિત ગુનાઓ અને હત્યાનો આરોપ હતો.
૩૩ લોકોમાંથી ચાર જણા પર રાજકીય ગુનાઓનો આરોપ હતો. 24 પર ડ્રગ્સ સંબંધિત આરોપો હતા. ઘણા કેદીઓના પરિવારને જાણ કર્યા વિના જ ફાંસી આપી દીધી હતી. આ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ધોરણોનું ઉલ્લંઘન છે.
આ અહેવાલમાં ઈરાનની ઝાહિદાન સેન્ટ્રલ જેલની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તે ઈરાનના બલુચિસ્તાનમાં આવેલી સૌથી કુખ્યાત જેલોમાંની એક છે. આ જેલમાં કેદીઓના ઉત્પીડનના ઘણા અહેવાલો આવ્યા છે.








