ઈરાને યુરોપીય સેનાઓને "ત્રાસવાદી જૂથ" તરીકે કરી જાહેર, મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો!
ઇરાન હવે ખુન્નસે ભરાયું છે. ઇરાનની સંસદના સ્પીકરે રવિવારે જાહેર કરી દ

અમેરિકાએ ઇરાનના રીવોલ્યુશનરી ઇસ્લામિક ગાર્ડઝને ત્રાસવાદી જૂથ જાહેર કર્યા સાથે યુરોપના દેશોએ પણ તે રીવોલ્યુશનરી ગાર્ડઝને ત્રાસવાદી જૂથ તરીકે જાહેર કર્યા પછી તેના વળતાં પગલાં રૂપે ઇરાને યુરોપીય દેશમાં લશ્કરોને ત્રાસવાદી જૂથ તરીેક જાહેર કરી દીધાં છે.
ઈરાનની સંસદમાં 'ઈઝરાયલ મુર્દાબાદ'ના નારા
ઇરાનની સંસદમાં પણ હવે અમેરિકા મુર્દાબાદ અને ઇઝરાયલ મુર્દાબાદ જેવા નારા ગાજી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામે લશ્કરી પગલાંનો પણ વિકલ્પ ખુલ્લો રાખ્યા પછી સમગ્ર મધ્ય પૂર્વમાં તંગદિલી વધી ગઈ છે.
ઇરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બધેર કવીબફે લગભગ સત્તાવાર રીતે જ યુરોપીય સંઘના દેશોનાં સૈન્યોને ત્રાસવાદી જૂથતરીકે જાહેર કરી દીધાં છે.
અમેરિકા અને યુરોપના દેશો સામે ખુન્નસે ભરાયેલાં ઇરાને હોર્મઝની સમુદ્રધુનિમાં લાઈવ ફાયર મીલીટરી ડ્રીલ રવિવારથી શરૂ કરી દીધી છે. જે સોમવારે પણ ચાલુ રહેવાની છે. ક્વીબફે ઇરાનની સંસદમાં આ જાહેરાત કરી ત્યારે તેમણે ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડઝ ઓફ ઇરાનના સૈનિકો જેવો ગણવેશ પહેર્યો હતો. તેમજ તમામ સાંસદોએ પણ તેવો જ ગણવેશ પહેર્યો હતો.






