મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકાને શક્તિશાળી બનાવવામાં ભારતીયોનું નોંધપાત્ર યોગદાન, H-1B વિઝાના વિવાદ વચ્ચે એલોન મસ્કનું મોટું નિવેદન

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે એક પોડકાસ્ટમાંકહ્યું છે કે ગત દ

અમેરિકાને શક્તિશાળી બનાવવામાં ભારતીયોનું નોંધપાત્ર યોગદાન, H-1B વિઝાના વિવાદ વચ્ચે એલોન મસ્કનું મોટું નિવેદન

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે એક પોડકાસ્ટમાંકહ્યું છે કે ગત દાયકાઓમાં અમેરિકાને જેટલો ફાયદો થયો છે, તેનો નોંધપાત્ર ભાગ ભારતીયોની પ્રતિભાને કારણે છે. સત્ય નડેલા અને સુંદર પિચાઈ જેવા લોકો આનો જીવંત પુરાવો છે. અમેરિકામાં  H-1B વિઝાનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, તેને લઇ મસ્કે કહ્યું છે કે આ પ્રોગ્રામનો દુરુપયોગ થયો છે. તેને ઠીક કરો. મસ્કે ચેતવણી આપી, પરંતુ તેને બંધ કરશો તો અમેરિકા તેની સૌથી મોટી તાકાતનો નાશ કરશે.

 અમેરિકાને અહીં આવેલા પ્રતિભાશાળી ભારતીયોથી ઘણો ફાયદો થયો

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હજારો ભારતીયો માટેનું વર્ષો જૂનું અમેરીકા સ્થાયી થવાનું સ્વપ્ન કડક વિઝા નિયમો અને અચાનક નીતિગત ફેરફારોને કારણે રોળાઈ રહ્યું છે.  મસ્કે કહ્યું કે મારું માનવું છે કે અમેરિકાને અહીં આવેલા પ્રતિભાશાળી ભારતીયોથી ઘણો ફાયદો થયો છે. આ દરમિયાન નિખિલ કામથે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ જેવા સફળ ભારતીયોનો ઉલ્લેખ કર્યો, જેઓ દાયકાઓથી અમેરિકન અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો