મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: 'ભારતે ક્યારેય ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી', પાકિસ્તાનની કબૂલાતથી ટ્રમ્પના દાવાની પોલ ખુલી

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્વીકાર્યું કે ભારતે ક્યા

VIDEO: 'ભારતે ક્યારેય ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી', પાકિસ્તાનની કબૂલાતથી ટ્રમ્પના દાવાની પોલ ખુલી

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્વીકાર્યું કે ભારતે ક્યારેય પાકિસ્તાન સાથે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને હસ્તક્ષેપ માટે અપીલ કરી હતી. 

ઇશાક ડારના જણાવ્યા અનુસાર, જ્યારે પાકિસ્તાને અમેરિકાને પૂછ્યું કે શું ભારત માને છે કે ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો છે તેમ ત્રીજા પક્ષની મધ્યસ્થી શક્ય છે, ત્યારે અમેરિકન વિદેશ મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, ભારતનું સ્પષ્ટ વલણ એ છે કે આ 'દ્વિપક્ષીય મુદ્દો' છે. 

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે સ્વીકાર્યું કે ભારતે ક્યારેય ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી. જ્યારે પાકિસ્તાને અમેરિકાનો સંપર્ક કર્યો ત્યારે પણ સચિવ માર્કો રુબિયોએ ભારતના વલણને સમર્થન આપ્યું કે, તે ફક્ત દ્વિપક્ષીય મુદ્દો છે.

પાકિસ્તાની મંત્રીએ એમ પણ કહ્યું કે, તેમની સરકાર ભારત સાથે વાતચીત ઇચ્છે છે, પરંતુ ભારત તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. ભારતનું વલણ હંમેશા એક જ રહ્યું છે કે કાશ્મીર અને સરહદ વિવાદ ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો છે, તેમાં કોઈ તૃતીય પક્ષ સામેલ થશે નહીં.

આ સમાચાર શેર કરો