મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાક.ના પૂર્વ PM ઇમરાન ખાનની જેલમાં રહસ્યમયી રીતે હત્યા? અફઘાન મીડિયાએ કર્યો મોટો દાવો

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. પાકિસ્તા

પાક.ના પૂર્વ PM ઇમરાન ખાનની જેલમાં રહસ્યમયી રીતે હત્યા? અફઘાન મીડિયાએ કર્યો મોટો દાવો

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. પાકિસ્તાનની સરકાર અને સેના પર લાંબા સમયથી તેમને જેલમાં પ્રતાડિત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ઇમરાન ખાનના પરિવારને પણ તેમને જેલમાં મળવાની મંજૂરી આપવામાં આવી નથી. આ વચ્ચે અફઘાનિસ્તાનની એક એક્સ પોસ્ટ થકી પૂર્વ પીએમ અંગે સનસનીખેજ દાવો કર્યો છે.

અફઘાનિસ્તાન ડિફેન્સ નામના એક એક્સ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇમરાન ખાનની જેલમાં હત્યા કરી દેવામાં આવી છે. જો કે પાકિસ્તાને આ દાવાઓને ફગાવી દીધો છે.

ઇમરાન ખાનને તેમના પરિવારને મળવા ન દેવાયા

ગઈકાલે ઇમરાન ખાનની બહેનો નૂરીન ખાન, અલીમા ખાન અને ઉઝમા ખાન, અદિયાલા તેને મળવા જેલની બહાર પહોંચી હી. આ દરમિયાન ઇમરાન ખાનની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સમર્થકોએ પણ જેલની બહાર ધરણા કર્યા હતા. પ્રદર્શનકારીઓ ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અહેવાલને જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા.

જોકે, પાકિસ્તાન સરકારે તમામ પ્રદર્શનકારીઓ સાથે ક્રૂર વર્તન કર્યું. તેમની બહેનોએ પંજાબ પોલીસ પર તેમના વાળ પકડીને ઘસિટવા અને વિરોધ પ્રદર્શન સામે હિંસાનો આશરો લેવાનો આરોપ લગાવ્યો છે. પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરતા પંજાબ પોલીસે ઘણા લોકોની અટકાયત કરી છે.

આ સમાચાર શેર કરો