નીરજ ચોપરા પેરિસ ઓલમ્પિકમાં ગોલ્ડ જીતશે તો દરેકને મળશે મફત વિઝા, જાણો કોણે કરી આ જાહેરાત
6 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિકમાં જેવેલિન થ્રોની રમ

6 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિકમાં જેવેલિન થ્રોની રમત માટે ગોલ્ડની અપેક્ષાઓ વધી રહી છે ત્યારે તમામને આશ્ચર્ય પમાડે તેવી જાહેરાતે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. ઓનલાઈન વિઝા એપ્લિકેશન પ્લેટફોર્મ Atlysના સ્થાપક અને CEO મોહક નાહટાએ જો નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતે તો તમામ ભારતીયો માટે મફત વિઝા આપવાનું વચન આપ્યું છે.
ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ ટોક્યો 2020 ઓલિમ્પિકમાં પોતાના નોંધપાત્ર પ્રદર્શનથી ઈતિહાસ રચ્યો હતો. હવે, બધાની નજર તેના પેરિસ ઓલિમ્પિક 2024 પર છે. કારણ કે મંગળવારે યોજાવનારી તેની જેવેલિન થ્રોની મેચમાં બીજી જીત મેળવવાનું તેનું લક્ષ્ય છે.
મિસ્ટર નાહટાએ તેમનું આ વચન LinkedIn પર જાહેર કરતાં કહ્યું, "જો નીરજ ચોપરા ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતશે તો હું વ્યક્તિગત રીતે દરેકને ફ્રી વિઝા મોકલીશ." 6 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિકમાં જેવેલિન થ્રોની રમત માટે અપેક્ષાઓ વધી રહી છે ત્યારે એક આશ્ચર્યજનક જાહેરાતે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. ઓનલાઈન વિઝા એપ્લિકેશન પ્લેટફોર્મ Atlysના સ્થાપક અને CEO મોહક નાહટાએ જો નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતે તો તમામ ભારતીયો માટે મફત વિઝા આપવાનું વચન આપ્યું છે.
નીરજ ચોપરાની જીત બાદ તમે કઈ રીતે ફરી વિઝા મેળવી શકશો?
તેમની પ્રારંભિક જાહેરાત બાદ, Atlys CEOએ ફ્રી વિઝા ઓફર પર વધુ વિગતો આપી LinkedIn પર ફોલો-અપ પોસ્ટમાં શરતો સમજાવી:
જો નીરજ ચોપરા 8મી ઓગસ્ટે ગોલ્ડ જીતે છે, તો Atlys તમામ યુઝર્સને એક દિવસ માટે એક ફ્રી વિઝા ઓફર કરશે.
વિઝા સંપૂર્ણપણે ફ્રી હશે, જેમાં યુઝર્સને કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
આ ઑફર વિશ્વભરના કોઈપણ દેશની મુસાફરી માટે લાગુ પડે છે.
ઑફરનો લાભ લેવા માટે, યુઝર્સે મિસ્ટર નાહટાની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં તેમનો ઈમેલ ડ્રોપ કરવાની જરૂર છે અને Atlys ફ્રી વિઝા ક્રેડિટ સાથે એકાઉન્ટ બનાવશે.
તાજેતરમાં, Atlys પેરિસ માટે વિઝા અરજીઓમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ ઓલિમ્પિક છે. ભારતીયો માટે સૌથી વધુ લોકપ્રિય પ્રવાસ સ્થળો યુએઈ, યુએસએ અને થાઈલેન્ડ છે.
દરમિયાન, ભારત ઓલિમ્પિકમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. 4 ઓગસ્ટ સુધીમાં, ભારતે પેરિસમાં 2024 સમર ઓલિમ્પિકમાં કુલ ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
ત્રણેય મેડલ શૂટિંગ ઈવેન્ટ્સમાં જીત્યા હતા. મનુ ભાકેરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 22 વર્ષીય સરબજોત સિંહ સાથે જોડી બનાવીને મિશ્ર 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતના મેડલ્સમાં નોંધપાત્ર ઉમેરો કર્યો.








