'જો ભારત પાણી રોકશે, તો અમે તેનો શ્વાસ રોકીશું', ગભરાયેલા પાકિસ્તાને આપી વધુ એક ધમકી
'ઓપરેશન સિંદૂર'માં ભારત સામે કારમી હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન હજુ સુધરવાનું નામ

'ઓપરેશન સિંદૂર'માં ભારત સામે કારમી હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન હજુ સુધરવાનું નામ લેતું નથી. હવે તે ધમકીઓનો આશરો લીધો છે. પીઓકેમાં જનતાને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તંગડી ઉંચી રાખતા ભારતને ધમકી આપી હતી કે 'હવે ભારત હુમલો કરતા પહેલા 100 વાર વિચારશે.' જોકે આ નિવેદન આપતી વખતે શાહબાઝ શરીફના ચહેરા પર ડર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો, પરંતુ તેમની સ્ક્રિપ્ટ એ જ હતી જે પાકિસ્તાની સેનાએ લખીને આપી હતી. પાકિસ્તાનના ડીજી આઈએસપીઆરએ પણ ભારતને 'શ્વાસ રોકી રાખવા'ની ધમકી ઉચ્ચારી છે.
'જો ભારત સિંધુ નદીનું પાણી રોકે, તો...'
ભારત સામે મળેલી ખરાબ હારથી પાકિસ્તાની સેના ગૂંગળાઈ મરી છે. એટલા માટે DG ISPR લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ આતંકવાદી નેતા હાફિઝ સઈદની ભાષામાં બોલતા કહ્યું કે, 'જો ભારત સિંધુનું પાણી રોકશે, તો અમે તેનો શ્વાસ રોકીશું.'
પાકિસ્તાની સેના અને રાજકારણીઓમાં ગભરાટ ફેલાયેલો છે
જણાવી દઈએ કે, આ એ જ નિવેદન છે જે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદે થોડા સમય પહેલા આપ્યું હતું. ભારતે સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે, જેના કારણે પાકિસ્તાન તરફ વહેતી નદીઓ સુકાઈ રહી છે. પાણીની અછતના ભયથી પાકિસ્તાની સેના અને રાજકારણીઓમાં ગભરાટ ફેલાયેલો છે.
'ઓપરેશન સિંદૂર ન્યાયનું એક નવું સ્વરૂપ'
ઓપરેશન સિંદૂરમાં ભારતે ૧૧ પાકિસ્તાની એરબેઝનો નાશ કર્યો. ઘણા રનવેની હાલત એટલી ખરાબ છે કે જૂન પહેલા ત્યાં વિમાનો ઉડાન ભરી શકે તેવી સ્થિતિ નથી. સેટેલાઈટ ફોટોએ પાકિસ્તાનમાં આ વિનાશને ઉજાગર કર્યો છે. દુનિયાભરના નિષ્ણાતો ભારતની જીતને બિરદાવી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાનની સંસદમાં વિપક્ષ શાહબાઝ સરકારની મજાક ઉડાવી છે. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરને 'ન્યાયનું નવું સ્વરૂપ' ગણાવતા કહ્યું કે, 'આ શોધ અને બદલાની રમત નથી, પરંતુ મજબૂત ભારતનું ઉગ્ર સ્વરૂપ છે.' પાકિસ્તાન પીએમ મોદીના નિવેદનોનો અર્થ સારી રીતે જાણે છે અને એટલે જ તે ચિંતિત થઈ રહ્યું છે.
પાકિસ્તાનમાં હારની ઉજવણી કરવાની જૂની પરંપરા
જણાવી દઈએ કે પાકિસ્તાનમાં હારની ઉજવણી કરવાની જૂની પરંપરા છે. ભારત દ્વારા યુદ્ધમાં વારંવાર હાર મળવા છતાં તેને સ્વિકારવા કે પચાવવા તૈયાર નથી. પાકિસ્તાનના રાજકારણીઓ અને સૈન્યને પોતાનો ચહેરો છુપાવવા માટે કોઈ જગ્યા મળતી નથી, ત્યારે તેઓ આવી ધમકીઓનો આશરો લે છે. પરંતુ ભારતના ઉગ્ર ચહેરાએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે ધમકીઓથી કંઈ મળવાનું નથી. પાકિસ્તાન તરફથી મળેલી આ ધમકીઓ તેની હતાશાનો પુરાવો છે. ભારતના 'ઓપરેશન સિંદૂર' એ માત્ર પાકિસ્તાનની લશ્કરી શક્તિને જ ફટકો આપ્યો નથી, પરંતુ તેના રાજકીય અને લશ્કરી નેતૃત્વને પણ દુનિયા સમક્ષ ઉઘાડી પાડી દીધી છે.








