મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

14 સાંસદ, ખુદની ટીવી ચેનલ, ઇરાનનું ફંડ, મુસ્લિમ દેશોનું સમર્થન..જાણો કેટલું તાકાતવર છે હિજબુલ્લાહ

ઇઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે હિજબુલ્લાહના પ્રમુખ નસરલ્

14 સાંસદ, ખુદની ટીવી ચેનલ, ઇરાનનું ફંડ, મુસ્લિમ દેશોનું સમર્થન..જાણો કેટલું તાકાતવર છે હિજબુલ્લાહ

ઇઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે હિજબુલ્લાહના પ્રમુખ નસરલ્લાહને ઠાર માર્યો છે. આ ઘટના બાદ ઇરાને ઇઝરાયેલને ધમકી આપી છે. હિજબુલ્લાહને કેટલાક મુસ્લિમ દેશોનું સમર્થન પણ છે. હવે મોટી વાત આ છે કે હિજબુલ્લાહ આટલુ તાકાતવર કેવી રીતે બની ગયું કે તે ઇઝરાયેલ જેવા દેશને ટક્કર આપી રહ્યું છે.

શું છે હિજબુલ્લાહ?

હિજબુલ્લાહ એક પ્રભાવશાળી શિયા મુસ્લિમ રાજકીય પક્ષ અને સંગઠન છે. લેબેનોની સંસદ અને સરકાર બન્નેમાં તેની મહત્ત્વપૂર્ણ હાજરી છે અને આ દેશમાં સૌથી શક્તિશાળી સશસ્ત્ર દળને નિયંત્રિત કરે છે. હિજબુલ્લાહ 1980ના દાયકામાં ઇઝરાયેલના વિરોધમાં ઉભર્યુ હતું જેની સેનાએ દેશના 1975-1990ના ગૃહ યુદ્ધ દરમિયાન દક્ષિણ લેબેનોન પર કબ્જો કર્યો હતો.એક રિપોર્ટ અનુસાર હિજબુલ્લાહને વર્ષોથી ઇરાન આર્થિક અને સૈન્ય રીતે મજબૂત સમર્થન આપી રહ્યું છે. હિજબુલ્લાહ સીરિયન રાષ્ટ્રપતિ બશર-અલ-અસદનું પણ મજબૂત સહયોગી છે. હિજબુલ્લાહની સશસ્ત્ર શાખાએ લેબનોનમાં ઇઝરાયેલી અને અમેરિકન સેના પર ઘાતક હુમલા કર્યા છે.

હિજબુલ્લાહની સ્થાપના કેવી રીતે થઇ

હિજબુલ્લાહની સ્થાપના લેબનોની મૌલવીઓએ કરી હતી. આ સંગઠનની રચના 1982માં કરવામાં આવી હતી અને ઇઝરાયેલના આક્રમણ સામે લડવા માટે કરવામાં આવી હતી. શરૂઆતથી જ હિજબુલ્લાહ અને ઇરાન વચ્ચે સારા સંબંધ રહ્યાં છે. 1983માં હિજબુલ્લાહે બેરૂતમાં અમેરિકન દૂતાવાસ અને અમેરિકન અને ફ્રાંસીસી બેરકો પર બોમ્બમારો કર્યો હતો. 1985થી લઇને 2000 સુધી ઇઝરાયેલ વિરૂદ્ધ હિજબુલ્લાહે દક્ષિણ લેબનોનમાં સતત સંઘર્ષ કર્યો છે.

લેબનોનની સરકારમાં સામેલ થયું હિજબુલ્લાહ

1990ના દાયકામાં હિજબુલ્લાહે રાજકીય સંગઠન બનાવ્યું અને રાજકીય ગતિવિધિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. 2008માં હિજબુલ્લાહ અને તેના વિપક્ષી સહયોગીઓએ એક સાથે રાષ્ટ્રીય એકતાની સરકાર બનાવી. તે બાદથી જ સશસ્ત્ર સંગઠનના રૂપમાં માન્યતા મળી. હિજબુલ્લાહ વર્તમાનમાં લેબનોન સરકારમાં પણ સામેલ છે. હિજબુલ્લાહને લેબનોનના શિયા સમુદાયનું મજબૂત સમર્થન પ્રાપ્ત છે. હિજબુલ્લાહનો સ્ટ્રોંગ બેસ દક્ષિણ લેબનોન માનવામાં આવે છે. બેરૂત અને તેની આસપાસના વિસ્તારમાં તેની હાજરી મજબૂત છે. લેબનોનની સંસદમાં કૂલ 128 બેઠક છે અને તેમાંથી 14 બેઠક હિજબુલ્લાહ પાસે છે. તે રેજિસ્ટન્સ અને ડેવલપમેન્ટ બ્લૉકના પણ સભ્ય છે. લેબનોનમાં શિયા સમુદાયનું પ્રતિનિધિત્ત્વ હિજબુલ્લાહ કરે છે.

2018માં પણ મળી હતી જીત

2018ના લેબનોનની ચૂંટણીમાં હિજબુલ્લાહે 13 ઉમેદવાર ઉતાર્યા હતા જેમાંથી 12 ઉમેદવારે જીત મેળવી હતી. હિજબુલ્લાહે પોતાના મેનિફેસ્ટોમાં કહ્યુ હતું કે તે ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડી ફેકશે અને રેજિસ્ટેન્સ બ્લોકના પ્રતિ લોયલ્ટી જ તેની પ્રાથમિકતા હશે. હિજબુલ્લાહે નારો આપ્યો હતો કે અમે નિર્માણ કરીશું અને રક્ષા કરીશું. ચૂંટણીમાં હિજબુલ્લાહ સમર્થિત ગઠબંધને 128માંથી 70 બેઠક જીતી હતી અને સરકાર બનાવી હતી.

મીડિયા પર હિજબુલ્લાહનો કંટ્રોલ

હિજબુલ્લાહનો મીડિયા પર પણ કંટ્રોલ છે. હિજબુલ્લાહની ખુદની એક સેટેલાઇટ ટીવી સ્ટેશન અલ મનાર ટીવી અને એક રેડિયો સ્ટેશન અલ નૂર છે. આ બન્ને લેબનોનના બેરૂતથી સંચાલિત થાય છે. 1991માં અલ મનાર ટીવીને ઇરાનની મદદથી લૉન્ચ કરવામાં આવી હતી.
 

આ સમાચાર શેર કરો