તાંઝાનિયામાં હેલિકોપ્ટર ક્રેસ, માઉન્ટ કિલિમંજારો પર 5 લોકોના મોત
પૂર્વ આફ્રિકન દેશ તાંઝાનિયામાં માઉન્ટ કિલિમંજારો પર એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાંચ વ્યક્ત

પૂર્વ આફ્રિકન દેશ તાંઝાનિયામાં માઉન્ટ કિલિમંજારો પર એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યા છે. તાંઝાનિયાના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ગુરુવારે (25 ડિસેમ્બર) આ જાણકારી આપી હતી. આ દુર્ઘટના સમયે વિમાન મેડિકલ ઈમરજન્સી સ્થિતિમાં લોકોને બહાર નીકાળવાનું કામ કરી રહ્યું હતું.
તાંઝાનિયાના નાગરિક ઉડ્ડયન સત્તામંડળના એક નિવેદન મુજબ, હેલિકોપ્ટર બુધવારે બારાફુ કેમ્પ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં પહાડોની ઊંચાઈ પર પહોંચવાની કોશિશ કરી રહેલા પર્વતારોહકો માટે છેલ્લો પડવામાંથી એક હતું.




