'હમાસનો આતંકવાદી મારી સાથે લગ્ન કરીને બાળકો પેદા કરવા માંગતો હતો': ઈઝરાયેલની બંધક યુવતીએ જણાવી આપવીતી
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન સંગઠન હમાસ વચ્ચે 7 ઓક્ટોબર, 2023થી યુદ્ધ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસે ગા

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન સંગઠન હમાસ વચ્ચે 7 ઓક્ટોબર, 2023થી યુદ્ધ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ તરફ 5 હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલથી ગાઝા સુધી 250થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારથી ઈઝરાયેલ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. યુદ્ધવિરામ કરાર હેઠળ 100 થી વધુ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ ઘણા લોકો હમાસની કેદમાં છે. 18 વર્ષની ઈઝરાયેલની છોકરી નોગા વેઈસને 50 દિવસ બાદ હમાસની કેદમાંથી મુક્ત કરવામાં આવી હતી. તેણીએ ખુલાસો કર્યો કે હમાસના એક લડવૈયાએ તેણીને પ્રપોઝ કર્યું હતું. તે તેની સાથે લગ્ન કરવા અને બાળકો પેદા કરાવવા માંગતો હતો.
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ, નોગા વેઈસે ગાઝામાં પોતાના દિવસોને યાદ કર્યા અને કહ્યું, "મારા કેદના 14મા દિવસે તે વ્યક્તિએ મને એક વીંટી આપી. તેણે કહ્યું - બધાને મુક્ત કરવામાં આવશે, પરંતુ તમે અહીં મારી સાથે જ રહેશો." "હું તમારી સાથે લગ્ન કરીશ અને તમેં મારા બાળકોને જન્મ આપશો." નોગા કહે છે, "પછી મેં મારો જીવ બચાવવા હસવાનો ડોળ કર્યો, જેથી તે મને માથામાં ગોળી મારી ન દે."
7 ઓક્ટોબર, 2023 ના રોજ રોકેટ હુમલા પછી, હજારો હમાસ લડવૈયાઓ ગાઝા પટ્ટીથી ઇઝરાયેલમાં પ્રવેશ્યા. હમાસના લડવૈયાઓએ તેમના ઘરોમાં ઘૂસીને ઘણા ઈઝરાયેલીઓને મારી નાખ્યા. ઘણા બંધકોને પોતાની સાથે લઈ ગયા. આ બંધકોમાં મોટાભાગના મહિલાઓ, બાળકો અને છોકરીઓનો સમાવેશ થાય છે. નોગા વેઈસ તે સમયે કિબુટ્ઝ બીરીમાં તેના ઘરે હતી. તેના પિતા ઇલાન, 56, કિબુટ્ઝ ઇમરજન્સી ટીમમાં જોડાવા માટે ઘર છોડ્યું અને ક્યારેય પાંચ આવ્યા નથી. બાદમાં પુષ્ટિ થઈ હતી કે તે જ દિવસે તેમની હત્યા કરવામાં આવી હતી. મૃતદેહને ગાઝા લઈ જવામાં આવ્યો હતો.
અનેક લોકોના ઘરોમાં આગ લગાવી દીધી હતી
ભયાનક રાતને યાદ કરતાં નોગા વેઈસ કહે છે, "આતંકવાદીઓએ દરવાજા પર ગોળીબાર શરૂ કર્યો. તેઓએ લગભગ 40 ગોળીઓ ચલાવી. વોટ્સએપ ચેટ દ્વારા મને ખબર પડી કે બહાર શું થઈ રહ્યું છે. કેટલાય લોકોએ એક વોટ્સએપ ગ્રુપમાં જણાવ્યું કે તેમના ઘરો પર આગ લગાવી દેવામાં આવી હતી. થોડા સમય પછી તેઓએ જવાબ આપવાનું બંધ કરી દીધું.
માએ દીકરીને પલંગ નીચે સંતાડી દીધી
આ સમય દરમિયાન, નોગા વેઈસની માતાએ તેની પુત્રીને પલંગની નીચે છુપાવવા કહ્યું. કદાચ તેણે વિચાર્યું કે આતંકવાદીઓ તેને મારી નાખશે, પરંતુ તેની પુત્રી સુરક્ષિત રહેશે. પરંતુ આવું ન થયું. નોગા કહે છે, "માતાએ મને પલંગની નીચે સંતાઈ જવા કહ્યું. હું પલંગ નીચે છુપાઈ ગઈ. પરંતુ તેઓ આવ્યા અને મને બળજબરીથી પોતાની સાથે લઈ ગયા. બાદમાં મેં ગોળીઓનો અવાજ પણ સાંભળ્યો. પહેલા તો મને લાગ્યું કે મને ગોળી વાગી છે, પરંતુ હું જીવિત હતી, અને હામાસની કેદમાં હતી."
નોગાએ ખુલાસો કર્યો હતો કે હમાસના આતંકવાદીઓએ તેના ઘરના દરવાજા પર ગોળીબાર કર્યો હતો. હમાસના લડવૈયાઓએ નોગાની માતાને પણ બંધક બનાવી લીધી હતી. બંનેને અલગ-અલગ ગાઝા લઈ જવામાં આવ્યા હતા. ઘણા દિવસો સુધી સુરંગમાં બંધક બનાવી રાખ્યા. ત્યારબાદ તેને એક ખાનગી ઘરમાં પણ રાખવામાં આવી હતી. અહીં જ માતા-પુત્રી ઘણા દિવસો પછી મળ્યા હતા.
લગ્નની મંજૂરી માટે માતાને પણ રજૂઆત કરી હતી
નોગા એ પણ કહે છે કે આતંકવાદીઓએ તેની માતાને જીવતી રાખી અને તેનો પરિચય તેમની સાથે કરાવ્યો કારણ કે એક આતંકવાદી તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. નોગા કહે છે, "મને વીંટી આપતી વખતે તેણે કહ્યું કે તે મને પ્રેમ કરે છે. તે મારી સાથે લગ્ન કરવા માંગે છે. એટલા માટે તે મારી માતાને મને મળવા માટે લાવ્યો હતો. જેથી તે આ લગ્ન માટે સંમતિ આપી શકે." જો કે, નોગાની માતાએ વિનમ્રતાથી લગ્નના પ્રસ્તાવને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો. પરંતુ હમાસ ફાઇટર લગ્ન કરવા પર અડગ હતો.
હમાસની કેદમાં વિતાવેલા તેના કમનસીબ દિવસો વિશે વાત કરતાં, નોગા કહે છે, "મેં આતંકવાદીઓથી છુપાઈને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાંથી એકે મને જોયો. તે મને યાર્ડમાં લઈ ગયો. લગભગ 40 આતંકવાદી શસ્ત્રો સાથે મારી આસપાસ હતા. એકે મને હાથકડી પહેરાવી. તેઓએ મને કારમાં બેસાડી અને ડ્રાઇવિંગ શરૂ કર્યું. નોગા કહે છે, "જેવી કાર ગાઝા પહોંચી કે તરત જ તેઓ ખુશ થઈ ગયા. મને સમજાતું નહોતું કે તેઓ મને શૂટ કરવામાં કેમ વિલંબ કરી રહ્યા હતા."








