મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

હનિયાની હત્યા બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધના 'માસ્ટર માઈન્ડ'ને બનાવાયો હમાસનો રાજકીય વડા, PM નેતન્યાહુ માટે નવું ટેન્શન

31 જુલાઈએ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનિયાની હત્યા બાદ હમાસે વધુ એક

હનિયાની હત્યા બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધના 'માસ્ટર માઈન્ડ'ને બનાવાયો હમાસનો રાજકીય વડા, PM નેતન્યાહુ માટે નવું ટેન્શન

31 જુલાઈએ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનિયાની હત્યા બાદ હમાસે વધુ એક ઈઝરાયેલના કટ્ટર દુશ્મનને પોતાનો વડા બનાવ્યો છે.  હમાસે ગાઝાના નેતા યાહ્યા સિન્વરને તેના રાજકીય વડા તરીકે નિયુક્ત કર્યા છે. હમાસ તરફથી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. 

હમાસે કરી મોટી જાહેરાત 

હમાસે કહ્યું છે કે ઈસ્લામિક પ્રતિકાર આંદોલન હમાસે તેના કમાન્ડર યાહ્યા સિનવારને આંદોલનના રાજકીય બ્યુરોના પ્રમુખ તરીકે ચૂંટવાની જાહેરાત કરી છે. યાહ્યા શહીદ કમાન્ડર ઈસ્માઈલ હાનિયાનું સ્થાન લેશે. 

ઈઝરાયલના કટ્ટર શત્રુ બન્યાં હમાસના નવા લીડર 

એજન્સીના જણાવ્યાનુસાર સિનવાર ઈઝરાયલની સાથે યુદ્ધ શરૂ થયા બાદથી ગાઝામાં જ છે. તેણે પોતાનું અધડું જીવન ઈઝરાયલની જેલોમાં વીતાવ્યું છે. હાનિયા બાદ એ સૌથી શક્તિશાળી હમાસ નેતા છે. તેનો જન્મ ગાઝાના ખાન યુનિસમાં એક શરણાર્થી કેમ્પમાં થયો હતો અને 2017માં  તેને ગાઝામાં હમાસના લીડર બનાવાયા હતા. તે ઈઝરાયલના એક કટ્ટર શત્રુ તરીકે પણ ઓળખાય છે. 

આ સમાચાર શેર કરો