મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ભારતથી દક્ષિણ આફ્રિકા જઈ રહેલા જહાજ પર ગ્રેનેડ હુમલો, સોમાલિયાના દરિયાકાંઠે ચાંચિયાઓ સક્રિય

ભારતથી દક્ષિણ આફ્રિકા જઈ રહેલા એક જહાજ પર સોમાલિયાના દરિયાકાંઠે હુમલાખોરોએ મશીનગન અને

ભારતથી દક્ષિણ આફ્રિકા જઈ રહેલા જહાજ પર ગ્રેનેડ હુમલો, સોમાલિયાના દરિયાકાંઠે ચાંચિયાઓ સક્રિય

ભારતથી દક્ષિણ આફ્રિકા જઈ રહેલા એક જહાજ પર સોમાલિયાના દરિયાકાંઠે હુમલાખોરોએ મશીનગન અને રોકેટથી ચાલતા ગ્રેનેડ વડે હુમલો કર્યો છે. બ્રિટિશ આર્મીના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરે આ હુમલા અંગે ચેતવણી જારી કરી હતી. જેમાં આ વિસ્તારમાં જહાજોને ચેતવણી આપવામાં આવી હતી. ખાનગી સુરક્ષા કંપની એમ્બ્રેએ જણાવ્યું હતું કે, હુમલો હજુ પણ ચાલુ છે.

સોમાલી ચાંચિયાઓ શંકાસ્પદ

ખાનગી સુરક્ષા કંપની એમ્બ્રેએ જણાવ્યું હતું કે, આ હુમલો સોમાલી ચાંચિયાઓ દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લાગે છે, જેઓ દિવાળીના સમયથી આ પ્રદેશમાં ફરી સક્રિય થયા છે. તેઓએ કથિત રીતે એક ઈરાની જહાજ કબજે કર્યું છે. હુમલાખોરોએ ભારતથી દક્ષિણ આફ્રિકાના ડર્બન જઈ રહેલા માલ્ટિઝ ધ્વજવાળા ટેન્કરને નિશાન બનાવ્યું હતું. જોકે, ઈરાને માછીમારી જહાજ કબજે કર્યાની વાત સ્વીકારી નથી. છેલ્લા એક વર્ષમાં સોમાલી ચાંચિયાઓના હુમલા ફરી વધ્યા છે. જેનું એક કારણ યમનના હુતી બળવાખોરો દ્વારા ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધના જવાબમાં રાતા સમુદ્રના કોરિડોરમાં હુમલાઓ શરૂ કરાતા અસુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો