ઈરાન યુદ્ધ મુદ્દે ભારતમાં હલચલ વધી, સરકારે ચર્ચા માટે સર્વદળીય બેઠક બોલાવી
મધ્ય એશિયામાં ચાલી રહેલા તણાવની અસર ભારત પર પણ પડી રહી છે. એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મ

મધ્ય એશિયામાં ચાલી રહેલા તણાવની અસર ભારત પર પણ પડી રહી છે. એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણે પણ તૈયાર રહેવાની જરૂર છે. દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે બુધવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. અહેવાલો અનુસાર સર્વપક્ષીય બેઠક બુધવારે સાંજે 5:00 વાગ્યે યોજાવાની છે. આ પહેલા સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પ્રાદેશિક સુરક્ષાની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. તેમણે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, વાયુસેના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એડમિરલ ત્રિપાઠી તેમજ ડીઆરડીઓ અધ્યક્ષ સાથે ચર્ચા કરીને તૈયારીની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ હવે ચોથા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે. ઈરાને જાહેર કર્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર સંપૂર્ણ અમારો કબજો છે. હાલમાં ગંભીર પરિસ્થિતિને પગલે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી સમગ્ર વિશ્વ ઉર્જા સંકટમાં ડૂબી ગયું છે. નોંધનીય છે કે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર અચાનક હુમલો કર્યો હતો, જેના પરિણામે તેના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈની હત્યા બાદથી તણાવ વધતો ગયો છે. ઈઝરાયેલ- અમેરિકાના હુમલાનો ઈરાન મજબૂતાઈથી વળતો હુમલો કરી રહ્યો છે. મિડલ ઈસ્ટ સંઘર્ષને લીધે સમગ્ર વિશ્વમાં ગેસ અને ક્રૂડનું સંતુલન ખોરવાયું છે. જેને સીધી અસર ભારત સહિત દરેક દેશો ઉપર પડી રહી છે.




