મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

AIના ગોડફાધર-અમેરિકન વૈજ્ઞાનિકને ફિઝિક્સમાં મળ્યો નોબેલ, જાણો કારણ

AIના ગોડફાધર તરીકે જાણીતા જેફરી ઈ. હિન્ટન અને અમેરિકન વૈજ્ઞાનિક જ્હોન જે. હોપ ફીલ

AIના ગોડફાધર-અમેરિકન વૈજ્ઞાનિકને ફિઝિક્સમાં મળ્યો નોબેલ, જાણો કારણ

AIના ગોડફાધર તરીકે જાણીતા જેફરી ઈ. હિન્ટન અને અમેરિકન વૈજ્ઞાનિક જ્હોન જે.  હોપ ફીલ્ડને ફિઝિક્સમાં નોબેલ મળ્યો છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે મંગળવારે આ એવોર્ડની જાહેરાત કરી છે. કૃત્રિમ ન્યુરોન્સ પર આધારિત મશીન લર્નિંગ સંબંધિત નવી તકનીકોના વિકાસ માટે તેમને આ સન્માન મળ્યું છે.

નોબેલની પુણ્યતિથિએ નોબેલ વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે

નોબેલ પુરસ્કારમાં 11 મિલિયન સ્વીડિશ ક્રોનર (1 મિલિયન યુએસ ડોલર)ની રોકડ રકમ આપવામાં આવે છે. આ નાણાં પુરસ્કારના સ્થાપક સ્વીડિશ નાગરિક આલ્ફ્રેડ નોબેલની સંપત્તિમાંથી આપવામાં આવ્યા છે, જેમનું 1896માં અવસાન થયું હતું. નોબેલની પુણ્યતિથિએ 10 ડિસેમ્બરે નોબેલ વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.

આ ક્ષેત્રમાં આપવામાં  આવે છે નોબેલ પુરસ્કાર

તમને જણાવી દઈએ કે, નોબેલ પુરસ્કાર ફિઝિયોલોજી, મેડિસિન, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, સાહિત્ય, પીસ અને ઇકોનોમિક સાયન્સના ક્ષેત્રોમાં આપવામાં આવે છે.

આ સમાચાર શેર કરો