મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલ સરકોજીને પાંચ વર્ષની સજા, જાણો કયા આરોપમાં ભોગવશે જેલવાસ

ફ્રાન્સની કોર્ટે ચૂંટણીમાં ફન્ડિંગ માટે ષડયંત્ર રચવાના કેસમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ

ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલ સરકોજીને પાંચ વર્ષની સજા, જાણો કયા આરોપમાં ભોગવશે જેલવાસ

ફ્રાન્સની કોર્ટે ચૂંટણીમાં ફન્ડિંગ માટે ષડયંત્ર રચવાના કેસમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલ સરકોજીને પાંચ વર્ષની જેલની સજા ફટકારવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. ફ્રાન્સમાં કોઈ રાષ્ટ્રપ્રમુખને સજા ફટકારવામાં આવી હોય, તેવો આ પ્રથમ બનાવ બન્યો છે. સરકોજીને રાજધાની પેરિસના લા સેન્ટે જેલમાં વીવીઆઈપી સેક્શનમાં રાખવામાં આવશે.

સરકોજી પર આરોપ

વાસ્તવમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ સરકોઝીને વર્ષ 2007ના એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનને લિબિયામાંથી મળેલા નાણાંથી ફંડિંગ કરવા માટે ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો છે. જોકે સરકોઝીએ તમામ આરોપોને ખોટા ગણાવીને પોતાને નિર્દોષ ગણાવ્યા છે.

સરકોઝીની અપીલની રાહ જોયા વગર સજા ફટકારાઈ

પેરિસ કોર્ટના ન્યાયાધીશે આ કેસમાં એક અભૂતપૂર્વ ચુકાદો આપતાં કહ્યું હતું કે, સરકોઝીની અપીલની રાહ જોયા વગર જ તેમની જેલની સજા શરૂ થઈ જશે. બીજી તરફ અપીલ પેન્ડિંગ હોવા છતાં જેલની સજા ફટકારાતા સરકોજી નારાજ થયા છે અને તેમણે કોર્ટના આદેશનો વિરોધ કર્યો છે.

સરકોજીએ કહ્યું કે, ‘મને જેલમાં જવાનો ડર નથી, લા સેંટેની જેલમાં પણ હું માથું ઊંચુ રાખીશ. હું અંતિમ ઘડી સુધી લડતો રહીશ.’

આ સમાચાર શેર કરો