મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

આફ્રિકાની બહાર સ્વીડનમાં મંકીપોક્સ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી કરી છે જાહેર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ બુધવારે આફ્રિકામાં એમપોક્સ (મંકીપોક્સ)ના વધતા પ્રસા

આફ્રિકાની બહાર સ્વીડનમાં મંકીપોક્સ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી કરી છે જાહેર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ બુધવારે આફ્રિકામાં એમપોક્સ (મંકીપોક્સ)ના વધતા પ્રસારને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) એ આફ્રિકામાં એમપોક્સના વધતા પ્રસારને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કર્યાના એક દિવસ પછી સ્વીડને ગુરુવારે તેનો પ્રથમ કેસ નોંધ્યો હતો.

સ્વીડનની જાહેર આરોગ્ય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "સ્ટૉકહોમમાં સારવાર લેતી વ્યક્તિને ક્લેડ I વેરિઅન્ટના કારણે એમપોક્સ હોવાનું સામે આવ્યું છે. આફ્રિકન ખંડની બહાર ક્લેડ I નો આ પહેલો કેસ છે."

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી આંતરરાષ્ટ્રીય આરોગ્ય કાયદા હેઠળ ઉચ્ચતમ સ્તરનું એલર્ટ છે.

આરોગ્ય પ્રધાન સેમ્યુઅલ-રોજર કમ્બાએ એએફપી દ્વારા ટાંકીને જણાવ્યું હતું કે, "તાજેતરના રોગચાળાના અહેવાલ મુજબ, આપણા દેશમાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 15,664 સંભવિત કેસ અને 548 મૃત્યુ નોંધાયા છે." કમ્બાએ કહ્યું કે સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંતો દક્ષિણ કિવુ, ઉત્તર કિવુ, ત્શોપો, વિષુવવૃત્ત, ઉત્તર ઉબાંગી, ત્શુપા, મોંગલ્લા અને સાંકુરુ છે.

અન્ય અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં એમપોક્સ ફાટી નીકળતાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 548 લોકોના મોત થયા છે. યુએસ હેલ્થ ડિપાર્ટમેન્ટે બુધવારે જણાવ્યું હતું કે તે "ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા માન્ય ZnNeOS રસીના 50,000 ડોઝ DRCને આપશે."

એમપોક્સ, જે એક સમયે મંકીપોક્સ તરીકે ઓળખાતું હતું, તે શીતળા સાથે સંબંધિત વાયરલ ચેપ છે. પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, લસિકા ગાંઠોમાં સોજો અને સ્નાયુઓમાં દુખાવોનો સમાવેશ થાય છે. આ પછી ચહેરા, હાથ અને પગ પર સામાન્ય ફોલ્લીઓ દેખાય છે.

આ સમાચાર શેર કરો